‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ વર્ષોથી દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે. શૉ ની સ્ટારકાસ્ટ વચ્ચે પણ ખૂબ સારું બોન્ડ છે. હવે એક્ટ્રેસ મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સેટ પર અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર છે. તેઓ ખૂબ મસ્તી કરતા રહે છે.
બબીતાજી ચંપલ લઈને ચંપક ચાચાની પાછળ દોડી
- Advertisement -
મુનમુન દત્તાએ કહ્યું કે, તેમણે એક વાર મારા ઉપર નકલી સાંપ નાખી દીધો હતો. ત્યારે હું તેમના પર ચીસ પાડીને તેમની પાછળ ચંપલ લઈને દોડી હતી. આવા ઘણા બધા કિસ્સા છે. તેઓ બધાની પાસે જઈ-જઈને પોતાની લાકડીથી બધાને મારતા હતા. લોકો હંસવા લાગતા હતા.
તાજેતરમાં જ શૉના 17 વર્ષ પૂર્ણ થયા છે
‘સેટ પર અમારી વચ્ચે આવા ઘણા નાની-મોટા મોમેન્ટ્સ થતા હતા. અસિત મોદીજી પણ મસ્તીમાં ચંપકને ઠપકો આપતા હતા. તેઓ અમિતના પ્રેંક પર કહેતા હતા કે, જો તું કંઈ કરીશ તો હું તારા પર બેસી જઈશ. તુ કંઈ ના કરીશ, હું તને કહી રહ્યો છું. ‘તારક મહેતા’ શૉ ના કલાકારો વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે. તાજેતરમાં જ શૉના 17 વર્ષ પૂર્ણ થયા છે. આખી ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી.