વર્ષ 2002 ના ગુજરાત દંગા પરથી બનાવવામાં આવેલી બીબીસીની ડોકયુમેન્ટરીનો વિવાદ શમવાનું નામ નથી લેતો. દરમ્યાન આ મુદ્દો હવે સુપ્રિમ કોર્ટમાં ગયો છે. આ ડોકયુમેન્ટરી પર પ્રતિબિંબ લગાવવાના કેન્દ્ર સરકારના ફેસલા સામે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. વકીલ મનોહરલાલ શર્માએ સુપ્રિમ કોર્ટમાં આ અરજી કરી હતી.
અરજીમાં સુપ્રિમ કોર્ટને ડોકયુમેન્ટરીના બન્ને ભાગોની તપાસ કરવા અને ગુજરાતના દંગા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. શર્માએ જણાવ્યું હતું કે તેણે પોતાની અરજીમાં કે સંવૈધાનિક સવાલ ઉઠાવ્યો છે.
- Advertisement -
અરજીમાં દાવો કરાયો છે કે ડોકયુમેન્ટરીમાં જે તથ્યો છે. જે પુરાવાઓ પણ છે તેને પિડીતો માટે ન્યાયના કારણને આગળ વધારવા માટે ઉપયોગ કરી શકાય છે. સુત્રો અનુસાર 21 જાન્યુઆરીએ કેન્દ્રો ડોકયુમેન્ટરીની લિંકને શેર કરનાર અનેક યુ ટયુબ વિડીયો અને ટવીટર પોસ્ટને બ્લોક કરવાના નિર્દેષ જાહેર કર્યા હતા.