30 જેટલા કટ્ટા ઘુસાડી દેવાતા તપાસ: રાજ્ય સરકારમાં રજૂઆત
સૌરાષ્ટ્રનું સૌથી અગ્રીમ અને ગુજરાતનું સૌથી મોટું ગણાતો ગોંડલ યાર્ડમાં ચાઈનીઝ લસણના 30 જેટલા કટ્ટાઓ હરાજી માટે આવતા યાર્ડનું તંત્ર દોડતું થઈ ગયું હતું. મહત્વનું એ છે કે, ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં પણ યાડમાં ક્યાંથી આવ્યું તેને લઇ સવાલો ઊઠી રહ્યા છે અને યાર્ડના ચેરમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં રાજ્ય સરકાર સુધી પણ આમની રજૂઆત કરવામાં આવશે.
- Advertisement -
મળતી વિગતો અનુસાર, માર્કેટયાર્ડમાં વહેંચાણ અર્થે આવેલ લસણ સાથે 30 કટ્ટા પ્રતિબંધીત ચાઈનાના લસણના મળ્યા છે. યાર્ડમાં ચાઈનીઝ લસણ આવતા માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત કમૅચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ભારતમાં ચાઈનીઝ લસણ પ્રતિબંધિત હોવા છતા યાર્ડમાં લસણ વહેંચાણ અર્થે આવતા વેપારીઓએ કરી તપાસની માંગ કરી છે. યાર્ડ સતાધીશો દ્વારા વહેંચાણ અર્થે આવેલ ચાઈનાના લસણ અંગેનું પગેરુ મેળવવા ક્વાયત હાથ ધરી છે.
આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાનાં લસણનાં 30 જેટલા કટ્ટા ઘુસી જતા દોડધામ મચી જવા પામી છે. મહત્વનું એ છે કે ચાઇનાનું લસણ ગોંડલ યાર્ડમાં કેવી રીતે પહોંચ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આ લસણ ચાઇનાથી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકારને પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે.
- Advertisement -
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર કટ્ટાની આવકનાં જથ્થામાં ચાઇનાનાં લસણનાં 30 કટ્ટા યાર્ડનાં કર્મચારીઓને નજરે પડતા તુરંત યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન યાર્ડનાં વેપારીઓને દેશમાં જેના પર પ્રતિબંધ મુકાયો છે તે ચાઈનાનુ લસણ યાર્ડ માં ઘુસ્યાની જાણ થતા તેમણે પણ સતાધીશોને રજુઆત કરી હતી.
ચાઈનીઝ લસણ ઘુસાડવાનો વિરોધ: આવતીકાલે ભારતભરના યાર્ડમાં લસણનું કામકાજ બંધ રહેશે
આવતીકાલે કોઈપણ ખેડૂતે યાર્ડમાં લસણ લઈને આવવું નહીં : રાજકોટ યાર્ડના ડિરેક્ટર
જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એ બંધ કરવું પડશે: ચેરમેન
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, યાર્ડની અંદર ચીનનું લસણ આવ્યું છે, તેવું વેપારીઓનું માનવું છે. અહીંના વેપારીઓને અનુભવ છે અને વેપારીઓ લસણને હીરા કરતા વધારે પારખે છે. વેપારીઓએ મને રજૂઆત કરી જણાવ્યું હતું કે, કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય. કારણ કે, ભારતની અંદર ચીનના લસણનો પ્રતિબંધ છે. આ વાતનો દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજૂઆત કરીશું. ભારતની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એ બંધ કરવું પડશે.