વેપારીઓને વિલફૂલ ડિફોલ્ટર કે ફ્રોડ જ ગણી લેવાની માનસિકતા
કલમ 73નો કેસ હોવા છતાં વેપારીઓને વધુ દંડ કરી શકાય તે માટે કલમ 74 લગાવી રહેલા અધિકારીઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સીજીએસટી અધિકારીઓ દ્વારા સીજીએસટી એક્ટની કલમ 74નો કરવામાં આવતો બેફામ ઉપયોગને કારણે વેપારીઓ હાલાકી સતત વધી રહી છે. સીજીએસટી એક્ટની કલમ 74ને પાત્ર ન હોવા છતાં વેપારીઓ પાસે મોટી રકમ મેળવવા માટે અધિકારીઓ ગેરકાયદેસ રીતે કલમ 74 લગાડી રહ્યા હોવાનું કાયદાના નિષ્ણાતોનું કહેવું છે.
મોટાભાગના કિસ્સાઓમાં સીજીએસટીના અધિકારીઓ વેપારી સામે કલમ 74 જ લગાડે છે. તેઓ વેપારીને કલમ 74 હેઠળ વેપારીઓને વધુ દંડ કરવાની ફરજ પાડવાની લાલચ સાથે જ અધિકારીઓ કલમ 74 લગાવી રહ્યા છે. તેનાથી અધિકારીઓને વધુ લાંબા સમયગાળાના વેપારીના હિસાબોની ચકાસણી કરવાની તેમને તક મળતી હોવાથી તેઓ કલમ 74 લગાડી રહ્યા છે.
વાસ્તવમાં આ કલમ લગાડવાની જરૂર નથી. એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના કાયદાના કાળમાં પણ આ રીતે કલમ છે. લગાડવામાં આવતી નહોતી. કાયદાકીય જોગવાઈ મુજબ સીજીએસટી એક્ટની સેક્શન 74 અને 73 હેઠળ જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરવામાં આવે છે. આ બે સેક્શનમાં થોડો તફાવત છે. વેપારીએ જીએસટીની ચોરી કરવાના બદઇરાદા સાથે બિઝનેસ કયો છે કે નહિ તે નક્કી કરવું પડે છે. બીજું, ફ્રોડ, વિલફૂલ ડિફોલ્ટ અને સપ્રેશન ઓફ ફેક્ટ જેવા મ શબ્દસમુહને કલમમાં ઉમેરવામાં આવેલા કારણે આ બે કલમો અલગ પડે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સંખ્યાબંધ ચૂકાદાઓમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. છતાં સીજીએસટીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેથી વેપારીઓ ત્રસ્ત છે.
ગુડ્સના ક્લાસિફિકેસનની સમસ્યાના કિસ્સામાં પણ ફ્રોડ કે સપ્રેશન ઓફ ફેક્ટ નહીં હોવા છતાં કલમ 74 લગાડવામાં આવી રહી છે. વેપારીએ 12 ટકા ટેક્સ લીધો છે, ડિપાર્ટમેન્ટ તેના પર 18 ટકા ટેક્સ લાગતો હોવાનું જણાવે છે. તેમાં ફ્રોડ કે સપ્રેસન ઓફ ફેક્ટ ન હોવાથી અધિકારીઓએ તેને ફ્રોડ ન ગણવો જોઈએ. આ પ્રકારના કેસોમાં પણ કલમ 74 લાગુ કરવામાં આવી રહી છે. આમ બાબત માટે માર્ગદર્શિકા બહાર પડવી જરૂરી કલમ 74 હેઠળ બેફામ કરવામાં આવતી પેનલ્ટી સામે વેપારીઓને કલમ 107 હેઠળ પ્રથમ અપીલ અને કલમ 112 હેઠળ બીજી અપીલ કરવાની સત્તા મળેલી જ છે.
કલમ 107 હેઠળ અપીલ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે. કલમ 107ની પેટા કલમ 107(4)માં જીએસટીના સત્તાવાળાઓને મહત્તમ એક મહિના માટે ડિલે કોન્ડોન કરવાની સત્તા આપે છે. આ જડ વ્યવસ્થાને કારણે ઘણાં અપીલ ફાઈલ કરવાથી વંચિત થઈ જાય છે. જેન્યુઈન કારણો હોય તો તેવા કિસ્સાઓમાં ડિલે કોન્ડન કરવાની છૂટ આપવી જોઈએ. ઘણી કોર્ટે આ વાતને ગ્રાહ્ય રાખી છે. મેડિકલ ઈમરજન્સી કે પછી સ્વજનના મૃત્યુને કારણે પણ અપીલ ફાઈલ કરવામાં વિલંબ થઈ જતો હોય છે. કાયદાની જડતાને કારણે સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે કશું જ કરી શકતી નથી. તેથી કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે.
લાયેબિલીટી ઓફ ઇન્ટરમિડિયરીના પણ મોટો પ્રશ્ર્ને છે. દેશની બહારના કસ્ટમરને સર્વિસ આપી હોય તો પણ ઇન્ટરમિડિયરીની લાયેબિલીટી આવે જ છે. આ પ્રકારના કિસ્સાઓમાં કેટલીક મૂંઝવણો ઊભી થઈ રહી છે. વિદેશમાં સેવા-સર્વિસ આપી હોય તેવા કિસ્સાઓમાં લાયેબિલીટી આઈજીએસટી હેઠળ સેવા લેનારે જીએસટી ભરવો પડે છે. જીએસટી ભરવાની આ જવાબદારી આઈજીએસટી હેઠળ કે પછી એસજીએસટી કે સીજીએસટી હેઠળ અદા કરવાની છે તે પણ એક સમસ્યા જ છે. સેવા આપનાર દેશમાં હોય અને સેવા લેનાર વિદેશમાં હોવાથી આઈજીએસટી હેઠળ તે જીએસટી ભરવાની જવાબદારી આવે છે. બીજી દલીલ એવી કરવામાં આવે છે કે સપ્લાયર રાજ્યનો હોવાથી, દેશનો હોવાથી તે જીએસટી એસજીએસટીમાં કે સીજીએસટીમાં જમા કરાવવો પડશે. આ કારણોસર સપ્લાયર મૂંઝાયા કરે છે કે કોને ટેક્સ જમા આપવો.
- Advertisement -