રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યની મોડેલ સ્કૂલોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના માટેની મેરિટ ટેસ્ટનું પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરે તેવી શક્યતા છે
CET, સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામ ચૂંટણી પછી જ જાહેર થશે. માહિતી અનુસાર, પરીક્ષાના પરિણામની સાથે-સાથે મેરિટ લિસ્ટ પણ જાહેર કરવાનું હોય છે, જેથી હવે આ પ્રક્રિયા ચૂંટણી પછી જ શરૂ થાય એવી સ્થિતિ છે.
- Advertisement -
રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યની મોડેલ સ્કૂલોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના માટેની મેરિટ ટેસ્ટનું પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યની પ્રોજેક્ટ શાળાઓમાં એડમિશન માટે 30 માર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને સ્કોલરશીપ માટેની પરીક્ષા લેવાઈ હતી. હવે આ પરીક્ષાના પરિણામ ચૂંટણીની આચારસંહિતાના કારણે મોડા આવશે. શિક્ષણ વિભાગ અને પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષા 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષા લેવાયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સ્કોલરશીપ માટેની પરીક્ષાના પરિણામ ચૂંટણી આચારસંહિતાના કારણે હવે ચૂંટણી પછી જ જાહેર થાય તેવી શકયતાં છે.
મહત્ત્વનું છે કે પરીક્ષા લેવાઈ ગઈ છે, મૂલ્યાંકનની કામગીરી પણ નક્કી કરેલા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે, છતાં આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય એવી સ્થિતિ ઉભી થઈ છે. શિક્ષણ વિભાગના ડેટા અનુસાર, બંને ટેસ્ટ માટે 13.14 લાખ રજિસ્ટ્રેશન મળ્યા હતા. ડેટા દર્શાવે છે કે મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે 7.12 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 1.78 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી. જયારે શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા લગભગ 1.36 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.