સેરેમનીમાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી: ચેરપર્સન તરીકે મેહુલ બુદ્ધદેવની વરણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID) – સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટર દ્વારા 2025-27 સમયગાળા માટેની નવી મેનેજમેન્ટ કમિટીની ઇન્સ્ટોલેશન સેરેમની ખૂબ જ શ્રેષ્ઠ રીતે યોજાઈ હતી. આ પ્રસંગે ચેપ્ટરે નવી નેતૃત્વ ટીમને આવકાર આપ્યો અને ડિઝાઇન ક્ષેત્રે ઉત્કૃષ્ટતા, સહયોગ અને વિકાસની વારસાને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ ભવ્ય કાર્યક્રમમાં આર્કિટેકટ જિજ્ઞેશ મોદી નેશનલ પ્રમુખ ઇલેકટ (IIID), ઈંઉ. હરેશ પરસાણા (ગઊઈ સભ્ય) તથા IIIDના અન્ય આગેવાન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ સ્થાનિક સંસ્થાઓના હોદેદારો અને વિશિષ્ટ મહેમાનોની પણ ઉપસ્થિતિ રહી હતી. આ ઇવેન્ટમાં પૂર્વ ચેરમેન રચેશ પીપળીયા અને પૂર્વ સચિવ હાર્દિક લાખાણી એ તેમના કર્યા કાળ દરમિયાન થયેલી ઇવેન્ટનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.આ ઇવેન્ટ કિચ ગ્રુપ, રાજકોટ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.
આ નવી ટર્મ માટે ઈંઉ. મેહુલ બુદ્ધદેવ ચેપ્ટરના ચેરપર્સન તરીકે નેતૃત્વ સંભાળ્યું. તેમણે ચેપ્ટર માટેનું માર્ગદર્શક વિષય જાહેર કર્યું. “Collaborative Design”” (સહયોગી ડિઝાઇન). તેમણે સંગઠિત વિકાસ અને સંયુક્ત શિક્ષણ પર ભાર મૂકતાં જણાવ્યું કે મજબૂત નેટવકર્સ નિર્માણ કરવું, સર્વસમાવેશકતા (ઈંક્ષભહીતશદશિું) વધારવી અને જ્ઞાન વિનિમયને પ્રોત્સાહન આપવું એ તેમનો મુખ્ય દ્રષ્ટિકોણ રહેશે – જેથી વ્યવસાય અને સમાજ બંને માટે સાર્થક યોગદાન આપી શકાય. ઈંઈંઉની સ્થાપના 1972માં થઈ હતી અને આજે તે ભારતભરના ઇન્ટિરિયર ડિઝાઈનરો માટેની અગ્રણી સંસ્થા તરીકે માન્યતા ધરાવે છે. ઈંઈંઈંઉ પાસે દેશભરમાં 34 ચેપ્ટર્સ અને સેન્ટરો મારફતે 8000થી વધુ સભ્યો જોડાયેલા છે. ઈંઈંઈંઉ સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટર, જેની સ્થાપના 2007માં થઈ હતી, આજે એક જીવંત અને ઉત્સાહી પરિવાર બની ગયું છે જેમાં 350થી વધુ સભ્યો જોડાયેલા છે. ઈંઉ. મેહુલ બુદ્ધદેવના “Collaborative Design”ના દૃષ્ટિકોણ અને તેમની કાર્યશીલ ટીમના સહયોગથી ચેપ્ટર આવનારા ટર્મમાં વ્યાવસાયિક વિકાસ, સમાજસેવા અને સહયોગી પહેલોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
નવી કાર્યકારી ટીમ (2025-27)
ID. મેહુલ બુદ્ધદેવ – ચેરપર્સન
ID. રચેશ પીપળીયા -પૂર્વ ચેરપર્સન
ID. દર્શિતા જોશી -ચેરપર્સન ઇલેકટ
દિપક મેહતા – વાઇસ ચેરપર્સન (ટ્રેડ)
આર્કિટેકટ. ધવલ રંગાણી- સચિવ
આર્કિટેકટ. વિશાલ પટોલિયા – સહ સચિવ
તેજસ રાવલ – ખજાનચી
હાર્દિક લાખાણી – મેનેજિંગ કમિટી મેમ્બર
નીરવ રખાસિયા-મેનેજિંગ કમિટી મેમ્બર
પ્રતીક પુનાતર – મેનેજિંગ કમિટી મેમ્બર
ઉર્વી બુદ્ધદેવ – કો ઓપ્ટ મેમ્બર
મિત્તલ ચૌહાણ – કો ઓપ્ટ મેમ્બર
વિપુલ બાર – કો ઓપ્ટ મેમ્બર
વિવેક માંકડિયા – સબ કમિટી મેમ્બર
ગૌરવ વાઢેર – સબ કમિટી મેમ્બર
નિરલ કાનપર – સબ કમિટી મેમ્બર
પ્રતીક મિસ્ત્રી – સબ કમિટી મેમ્બર
સાગર પોપટ – સબ કમિટી મેમ્બર
હિરેન ભારખડા -સબ કમિટી મેમ્બર
કશ્યપ પરસાણા – સબ કમિટી મેમ્બર
મિતેશ અંટાળા – સબ કમિટી મેમ્બર
વિરલ પટેલ – સબ કમિટી મેમ્બર
નીરજ વૈધ – સબ કમિટી મેમ્બર
રજનીશ ગજ્જર – સબ કમિટી મેમ્બર



