ભારત બંધના એલાનથી બેન્કિંગ, વીમા, પોસ્ટ જેવી સેવાઓ પ્રભાવિત: ટ્રેનો મોડી પડવાની અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી શક્યતા
સરકારની આર્થિક નીતિઓ સામે પ્રચંડ વિરોધ: LIC કર્મચારીઓએ કેન્દ્ર સરકારના વિરોધમાં ભારે સૂત્રોચાર કરી વાતાવરણ ગજાવ્યું
વીમા પ્રીમિયમ ઉપર જી.એસ.ટી. દુર કરવા, પેન્શનની જુની સ્ક્રીમ લાગુ કરવા, જાહેર સાહસોનું ખાનગીકરણ ન કરવા સહિતની માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મોરચાએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. જેના રાજકોટમાં પડઘા પડ્યા છે. એલ.આઇ.સી કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તરના ટોચના યુનિયન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એસોસિયેશનના ઓલ ઇન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ અને સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વીમા કામદાર નેતા હર્ષદ પોપટની આગેવાની હેઠળ એલ.આઇ.સી કર્મચારીઓએ સવારે કચેરીના પ્રાંગણમાં એકત્ર થઈ કેન્દ્ર સરકાર તથા તેની આર્થિક નીતીઓના વિરોધમાં ભારે સૂત્રોચાર કર્યા હતા. હર્ષદ પોપટે કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિની રૂપરેખા આપી તેને ઝાટકણી કાઢી હતી. જ્યારે બેન્કિંગ, કોલસા ખનન, પોસ્ટ, વીમા, અને પરિવહન જેવા જે મહત્વપૂર્ણ ક્ષેત્રોના કર્મચારીઓ સામેલ થયા છે. યુનિયનોના આરોપ છે કે સરકારની કોર્પોરેટ તરફી, મજૂર વિરોધી અને ખેડૂત વિરોધી નીતિઓ જવાબદાર બની છે.
એલ.આઇ.સી.ની રાજકોટ શહેરની ચારેય શાખા અને ડિવિઝનલ ઓફિસ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના શાખાઓ મોરબી, ગાંધીધામ, ભુજ, જામનગર, ખંભાળિયા, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, કેશોદ સહિતના ગામોમાં પણ એલઆઇસી કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને સરકાર વિરોધી સુત્રોચાર કર્યા હતા. યુનિયનોએ જે મુદ્દાસર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમાં વીમા ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધારીને 100 ટકા કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય, વીમા કાનૂનમાં સુધારા કરવાની સરકારની તજવીજ, જાહેર સાહસોનું ખાનગીકરણ કરવાની સરકારની નીતિ, મજુરહિત વિરોધી કાયદા અમલમાં મુકવા સહિતના વિવિધ મુદ્દે યુનિયનો કેન્દ્ર સરકારના વિરોધમાં છે.
યુનિયનોએ સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જે માગણીઓ મુકી છે. તેમાં વીમા પ્રીમિયમ ઉપરનું જીએસટી દૂર કરવો કઈંઈ માં વર્ગ ત્રણ અને ચારમાં કર્મચારીઓની ભરતી કરવી, પેન્શનની જૂની સ્કીમ પુન: ચાલુ કરવી, સામાન્ય વીમા ક્ષેત્રની ચારેય કંપનીઓનું મર્જર કરવું અને લધુ લઘુત્તમ વેતન રૂ.26,000 કરવાની માગણીઓ મુખ્ય છે. આ માગણીઓ અને વિરોધના વિવિધ મુદ્દાસર યુનિયનો સરકાર સામે આક્રમક બન્યા છે.
- Advertisement -
યુનિયનોની આ છે મુખ્ય માંગણીઓ
બેરોજગારી દૂર કરવા માટે નવી ભરતીઓ શરૂ કરવી જોઇએ
યુવાનોને નોકરીઓ મળવી જોઈએ, નિવૃત્ત લોકોની ફરીથી ભરતી બંધ કરવી જોઇએ
મનરેગાના વેતન અને દિવસોની સંખ્યા વધારવી જોઇએ
શહેરી બેરોજગારો માટે પણ મનરેગા જેવી યોજના લાગુ કરવી જોઇએ
ખાનગીકરણ, કરાર આધારીત નોકરીઓ અને આઉટસોર્સિંગ પર પ્રતિબંધ
કર્મચારીઓના અધિકારો છીનવી લેનારા ચાર શ્રમ સંહિતા નાબૂદ કરવા જોઇએ
શિક્ષણ, આરોગ્ય અને રાશન જેવી મૂળભૂત જરૂરીયાતો પર ખર્ચ વધારવો જોઇએ
સરકારે 10 વર્ષથી વાર્ષિક શ્રમ પરિષદનું આયોજન કર્યું નથી.