-આઈએનએસ હંસ અને શિકરા યુદ્ધ જહાજ તેમજ વાયુસેનાના ડોર્નિયર વિમાનો સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યા
ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તટીય વિસ્તારો તરફ વધી રહેલુ વાવાઝોડુ બીપરજોયનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને સેનાએ પુરી તૈયારી કરી લીધી છે. નૌસેનાએ પોતાના બે યુદ્ધ જહાજ આઈએનએસ હંસ અને શિકરા તૈયાર રાખ્યું છે. જેથી જરૂરત પડવા પર તેનો તાત્કાલીક ઉપયોગ બચાવ અને રાહત માટે કરી શકાય. નૌસેનૌએ જણાવ્યું હતું કે આઈએનએસ હંસને ગોવા અને આઈએનએસ શિકરાને દુબઈમાં સ્ટેન્ડ બાય મોડમાં રખાયું છે.
- Advertisement -
જે કયારેય પણ ગુજરાત રવાના થવા તૈયાર છે. આ સિવાય જરૂર પડયે હવાઈ માર્ગથી બચાવ અને રાહત કાર્ય માટે વાયુસેનાના પી 8 આઈ અને ડોર્નીયર વિમાનોને પણ સ્ટેન્ડ બાય રખાયા છે.આ વિમાનોમાં માધ્યમથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે અને પરિવહનનું કામ પણ પુરૂ થઈ શકે.આઈએમડીના અનુસાર કચ્છ, દ્વારકા,પોરબંદર, જામનગર, રાજકોટ જીલ્લામાં વાવાઝોડા દરમ્યાન પવન 125-135 પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે.
વાવાઝોડુ કયાં કયાં કરશે અસર: હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર વાવાઝોડાથી રાજસ્થાનનાં કેટલાક ભાગોને અસર થઈ શકે છે. રાજસ્થાનનાં જાલોર અને બાડમેરમાં 16 જુને ગાજવીજ સાથે ભારે વરસાદ અને પવન પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટરની ઝડપે ફુંકાશે. રાજસ્થાનની મુખ્ય સચીવ ઉષા શર્માએ જણાવ્યું હતું કે
વાવાઝોડાની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એસડીઆરએફની 17 મી બટાલીયનની 30 ટીમોને નિશ્ર્ચિત સ્થળે તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં ભારત હવામાન વિભાગનાં પ્રમૂખ સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે જોકે બિપરજોય વાવાઝોડુ ઉતર તરફ જઈ રહ્યું છે.એટલે તેની મહારાષ્ટ્ર પર ઓછી અસર પડશે.