પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહની સરકાર દરમ્યાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વક્ફ બોર્ડની 123 સંપત્તિઓને પાછી લેવા માટે નોટિસ આપી છે. જે સંપત્તિઓને પાછી લેવામાં આવી રહી છે, તેમાં દિલ્હીની પ્રસિદ્ધ જામા મસ્જિદ પણ સામેલ છે. પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહની સરકાર દરમ્યાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી. હવે સરકારે દિલ્હીની મહત્વની 123 સંપત્તિઓને પાછી લેવા માટે નોટિસ જાહેર કરી છે.
આ 123 જગ્યામાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાન સામેલ છે. જે સંપત્તિઓની વાત થઈ રહી છે, તેમની માલિકીનો હક એક સમયે સરકારનો હતો. જો કે મનમોહન સિંહની સરકારે આ સંપત્તિઓને વક્ફ બોર્ડને આપી દીધી હતી. હવે સરકાર બોર્ડ પાસેથી અમુક કાગળ બતાવવા માટે કહી રહી છે, જેમાં એ જણાવે કે આ સંપત્તિઓ તેમની પાસે શું કામ રાખવી જોઈએ. વક્ફબોર્ડે હાઈકોર્ટની મદદ માગી, પણ હાઈકોર્ટે તેમને એ મદદ ન આપી.
દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન અને આપ ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર મોકલીને આ નિર્ણયની જાણકારી આપી છે. પત્રમાં કહેવાયું છે કે, જો જો બોર્ડ આ સંપત્તિઓ પર દાવો કરવા માગે છે તો તેમને અમુક કાગળ બતાવવા પડશે. બોર્ડે પહેલા સ્પેશિયલ કોર્ટની મદદ માગી હતી, પણ કોર્ટે સમસ્યાનું સમાધાન કરી શકી નહીં.