-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રોશ દર્શાવ્યા બાદ તંત્ર હરકતમાં
મણીપુરમાં બે માસથી વધુ સમય પુર્વે બનેલી બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ઘુમાવ્યા તથા બાદના ગેંગરેપની ઘટનામાં વિડીયો વાયરલ થતા હવે કેન્દ્ર અને રાજય સરકાર એકશનમાં આવી ગઈ છે અને ગઈકાલ બપોરથી ધરપકડનો દૌર શરૂ કરી આ ઘટના સાથે સંકળાયેલા મુખ્ય આરોપી સહિત ચાર લોકોની ધરપકડ થઈ છે.
- Advertisement -
ગઈકાલે દેશમાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ દેશ સ્તબ્ધ થયો, સંસદ ઠપ્પ થઈ હતી અને મણીપુરમાં કેમ કેન્દ્ર આકરા પગલા લેતું નથી તે પ્રશ્ર્ન પૂછવા લાગ્યા છતા તો બાદમાં આ 26 સેક્ધડના વિડીયોમાં દેખાતા મુખ્ય આરોપી હેઈરેમ હેરોદાસ મૈતેઈની અને તેના અન્ય ત્રણ સાથીદારોની ધરપકડ થઈ હતી તથા અપહરણ, સામુહિક બળાત્કાર તથા હત્યા સહિતની કલમો લગાઈ છે તો બીજી તરફ આ ઘટનાથી ઉશ્કેરાયેલા કુકી સમુદાયના હજારો મહિલા-પુરૂષોએ ભારે વરસાદમાં દેખાવો કર્યા હતો તો એક વર્ગમાં ગુસ્સો ભડકયો હતો.