-ગત વર્ષના આ સમયગાળા કરતા કોર્પોરેટ તથા આઈટી આવક બન્ને વધ્યા: રૂા.1.77 લાખ કરોડનું રીફંડ અપાયું
કેન્દ્ર સરકારને જીએસટી કલેકશનમાં સતત થઈ રહેલા વધારા ઉપરાંત હવે સીધા કરવેરાની આવકમાં પણ કલેકશન 22% વધીને રૂા.10.6 લાખ કરોડે પહોંચતા ચાલુ નાણાકીય વર્ષના અંતે સરકારની તિજોરી છલકાઈ અને વેરા આવક નવા રેકર્ડ સર્જે તેવા સંકેત છે.
- Advertisement -
ચાલુ નાણાકીય વર્ષમાં સીધા કરવેરાની આવક રૂા.10.60 લાખ કરોડ નોંધાઈ છે જે બજેટ લક્ષ્યના 58% છે. આવકવેરા વિભાગે આ અંગે એક માહિતીમાં જણાવ્યું કે નેટ કોર્પોરેટ ટેક્ષ કલેકશન (રીફંડ બાદ) 12.48% અને પર્સનલ ઈન્કમટેક્ષ કલેકશન 31.77% વધ્યુ છે અને ટેક્ષ રીફંડ બાદ નેટ ટેક્ષ કલેકશન રૂા.10.60 લાખ કરોડ નોંધાયું છે જે ગત વર્ષે આ જ સમયગાળાની સરખામણીમાં ટેક્ષ કલેકશન 21.82% વધ્યુ છે. સીધા કરવેરા વિભાગે આ સમયગાળામાં રૂા.1.77 લાખ કરોડનું રીફંડ અપાયું હતું.
ડાયરેકટ ટેક્ષમાં કોર્પોરેટ ટેક્ષ તથા વ્યક્તિગત આવકવેરા સામેલ છે. કોર્પોરેટ ટેક્ષ કલેકશન આ સમયગાળામાં 7.13% પર્સનલ ટેક્ષ કલેકશન 18.23% વધ્યુ છે.