દેશમાં ફરી એક વખત સક્રીય બનેલી કેન્દ્રીય એજન્સીઓએ શરુ કરેલા દરોડા રાજમાં ગઈકાલે શરાબ ગોટાળા કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તથા સાંસદ સંજયસિંહના નિવાસે દરોડા અને ધરપકડ બાદ આજે સવારથી તામિલનાડુ અને પશ્ર્ચીમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટની ટીમોએ વિપક્ષી નેતાઓ પર દરોડા શરુ કર્યા છે. જેમાં કોલકતામાં મમતા બેનરજીની સરકારના મંત્રી રશિત ઘોષના નિવાસે ઈડીની ટીમ પહોંચી હતી તથા તેમના નિવાસ-ઓફિસ સહિતના 13 સ્થળો પર હાલ કાર્યવાહી ચાલુ છે.
I-T Department conducts searches at premises of DMK MP S Jagathrakshakan in Tamil Nadu
- Advertisement -
Read @ANI Story | https://t.co/52QSKaDLaE#TamilNadu #DMK #SJagathrakshakan pic.twitter.com/cniKoyRF6p
— ANI Digital (@ani_digital) October 5, 2023
- Advertisement -
પ.બંગાળમાં સરકારી નોકરીમાં થયેલા સંભવીત ભરતી ગોટાળામાં આ દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીનો આરોપ છે કે રશિત ઘોષ અને તેના સહયોગીઓએ નોકરીના બદલામાં લાંચ લીધી હતી. જો કે તેમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. પ.બંગાળમાં આ પ્રકારે 1500 જેટલી ભરતીની તપાસ ઈડી કરી રહી છે. આ ભારતીયની પ્રક્રિયામાં રશિત ઘોષ પણ ઉછળ્યું હતું. તથા તેમની ઓફિસમાં અગાઉની તપાસમાં મળેલા દસ્તાવેજોમાં વિવિધ લોકો સાથે નાણાકીય લેવડ દેવડ અંગેના દસ્તાવેજો મળ્યા હતા.
#WATCH | West Bengal | Enforcement Directorate conducts raids at the residence of West Bengal Food & Supplies Minister and TMC leader Rathin Ghosh. More than 12 premises linked to Ghosh have been covered in the state, including North 24 Parganas district and Kolkata.
Visuals… https://t.co/Fg1ukT2sJL pic.twitter.com/YhnpDWAzH9
— ANI (@ANI) October 5, 2023
બીજી તરફ ઈડીની ટીમ આજે તામિલનાડુ પણ પહોંચી છે. ડીએમકેના સાંસદ જગતરક્ષકાનના પરિવારોને ત્યાં આ દરોડા શરુ થયા છે. ત્રણ વર્ષ પુર્વે જ તેમની સામે કાર્યવાહી થઈ હતી અને તેમની રૂા.89 કરોડની સંપતિ જપ્ત થઈ હતી. આ પરિવાર-લકઝરી હોટલ- હોસ્પીટલ તથા શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. અગાઉ ડીએમકે સરકારના મંત્રી પર દરોડા બાદ તેઓ હાલ ઈડીની કસ્ટડીમાં છે અને હવે તેના સાંસદને પણ ઝપટમાં લેવાયા છે.
Karnataka: ED conducts raid at premises of Congress leader Manjunath Gowda
Read @ANI Story | https://t.co/hV4B3xOmgE#ED #ManjunathGowda #Karnataka pic.twitter.com/K3xbjlWd9x
— ANI Digital (@ani_digital) October 5, 2023
શરાબ ગોટાળાનો આરોપી જ સંજયસિંહ સામે સરકારી સાક્ષી
આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ સામે શરાબ ગોટાળા કેસના એક આરોપી દિનેશ અરોડાને ઈડીએ સરકારી સાક્ષી બનાવીને આ કેસમાં સાંસદને સપડાવ્યા છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ દિનેશ અને સંજયસિંહ વચ્ચે લેણદેણ થઈ હતી. દિનેશ અરોડાએ કરોડો રૂપિયા સંજયસિંહને આપ્યા હતા.