હવે કોચીંગ સેન્ટરોએ કોર્સ, ફેકલ્ટી, સફળ છાત્રોની સાચી જાણકારી આપવી પડશે
બોગસ સકસેસ રેટ
અને અધુરી જાણકારી આપતી કોચીંગ સંસ્થાઓને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
બોગસ સકસેસ રેટ અને કોર્સનાં બારામાં અધુરી જાણકારીવાળી જાહેરાતોથી છાત્રોને અવળે માર્ગે દોરનાર કોચીંગ સંસ્થાઓ સામે સકંજો કસવામાં આવશે. કેન્દ્ર સરકારે ગઈકાલે આ બાબત સાથે જોડાયેલી ગાઈડલાઈન જાહેર કરી છે.
- Advertisement -
જે મુજબ કોચીંગ સંસ્થાઓએ જાહેરાતોમાં સ્પષ્ટ બતાવવુ પડશે કે તેઓ કેવા કોર્સ ઓફર કરે છે. કોર્સ કેટલા સમયગાળાનો છે. ભણાવવાવાળાઓની શું લાયકાત છે અને રિફંડ પોલીસી શું છે.
સિલેકશન રેટ, સફળ છાત્રો અને એકઝામ રેન્કીંગની જાણકારીમાં પણ ગરબડ ન હોવી જોઈએ. સંસ્થા એકઝામમાં પાસ થવાની, વધુ માર્કસ મેળવવાની અને જોબ ગેરંટીનાં બારામાં બોગસ દાવા નહિં કરી શકે. સંસ્થાઓએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રકચર, સંસાધનો અને સુવિધાઓનાં બારામાં સ્પષ્ટ જાણકારી આપવી પડશે. જેથી અપુરતા સુરક્ષા ઉપાયોથી કરંટ લાગવા કે પાણીમાં ડુબવાથી છાત્રોને મૃત્યુથી બચાવી શકાય.
સેન્ટ્રલ ક્ધઝયુમર પ્રોટેકશન ઓથોરીટી (સીસીપીએ)તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, કોચીંગ સંસ્થાઓએ જો યુપીએસસી સહીત કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ છાત્રોના નામ અને ફોટાનો ઉપયોગ જાહેરાતોમાં કરવાનો હોય તો તેના માટે છાત્રો દ્વારા પરીક્ષા પાસ કર્યા બાદ લેખીત સહમતી લેવી પડશે. સીસીપીએની ચીફ કમિશ્નર નિધિ ખેરેએ જણાવ્યું હતું કે, કોચીંગ સેન્ટરોમાં ગેરમાર્ગે દોરનારી જાહેર ખબરોનાં કેસમાં ક્ધઝયુમર એકટ 2019 અંતર્ગત કાર્યવાહી થશે.જેમાં દંડથી માંડીને લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી કરી શકાય છે.