ખાંડ હોય કે ઘઉં, માર્કેટમાં કોઈ વસ્તુની ઘટ નહીં રહેવા દઈએ: ખાદ્ય મંત્રાલય: સરકારી સ્ટોરેજમાં હાલમાં પુરતા ખાદ્યાન્ન: માંગ મુજબ પુરવઠો માર્કેટમાં સપ્લાય કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવને કાબુમાં રાખવા માટે કેન્દ્ર હરકતમાં આવ્યું છે. દેશના અનેક ભાગોમાં ચોમાસામાં વિલંબને જોતા ખાદ્ય પદાર્થાની સપ્લાયને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કૃષિ, ખાદ્ય અને ગ્રાહકોના મામલાના મંત્રાલયોમાં અનાજની વાવણીથી લઈને ઉત્પાદનના આંકડા મેળવવામાં આવી રહ્યા છે. ખાદ્યવસ્તુઓના સ્ટોરેજને વધારવાની વસ્તુઓની ખરીદીમાં ઝડપ લાવવામાં આવી રહી છે. ખાદ્ય મંત્રાલયનું કહેવું છે કે ખાંડ હોય કે ઘઉં કોઈ વસ્તુની માર્કેટમાં અછત નહીં થવા જઈએ.
- Advertisement -
એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ ફેસ્ટીવ સીઝન શરૂ થવાની છે, તેમાં ખાંડ, ચણા, ઘઉં, લોટ, મેંદો, ચોખા અને મગ સહિત અન્ય દળોની ડિમાન્ડ ચરમસીમાએ હશે. સરકારની પહેલી પ્રાથમીકતા છે. કોઈપણ પ્રકારની વધતી ડિમાન્ડ અનુસાર તેની સપ્લાય માર્કેટમાં કરવામાં આવે તેને લઈને યોજના પર કામ ચાલી રહ્યું છે. ખાદ્ય મંત્રાલયના અનુસાર ચોખા અને ઘઉંની ખરીદીમાં ઝડપ લાવવામાં આવી રહી છે. ચોખાની ખરીદી ચાલુ માર્કેટ સીઝન 2022-23માં અત્યાર સુધીમાં વધીને 5.58 કરોડ ટને પહોંચી ગઈ છે, જયારે રવી માર્કેટીંગ યર 2023-24 (એપ્રિલ-માર્ચ)માં અત્યાર સુધીમાં ઘઉંની ખરીદી 2.62 કરોડ ટન રહી છે જે ગત વર્ષની કુલ ખરીદી 1.88 કરોડ ટનથી ઘણી વધુ છે.
મંત્રાલયનું કહેવું છે કે, ઘઉં અને ચોખાની હાલની ખરીદીથી સરકારી ભંડાર (સ્ટોરેજ)માં પર્યાપ્ત ખાદ્યાન્ન છે. ઘઉં અને ચોખાનો કુલ મળીને સ્ટોક 5.7 કરોડ ટને પહોંચ્યો છે, જે દેશની ખાદ્યાન્ન જરૂરતોની દ્દષ્ટિએ સંતોષજનક છે. એફસીઆઈ રાજય એજન્સીઓની સાથે મુલ્ય સમર્થન યોજના અંતર્ગત ધાન અને ઘઉં ખરીદે છે. ધાનની ખરીદી કરવામાં આવે છે અને તેને મિલોમાં ચોખામાં બદલવામાં આવે છે. મંત્રાલય અનુસાર હાલનું ખરીફ માર્કેટીંગ યર (ઓકટોબર-સપ્ટેમ્બર)માં 19 જૂન સુધી 5.58 કરોડ ટન ચોખાની તૈયારી કરવામાં આવી હતી. કેન્દ્રીય પુલમાં લગભગ 4.01 કરોડ ટન ચોખા આવી ચૂકયા છે, જયારે દોઢ કરોડથી ટન ચોખા હજુ મળવાના બાકી છે.