રાજકોટમાં સરકારી પોલિટેક્નિક સંસ્થા ખાતે ‘‘વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 30 જેટલા વ્યાખ્યાતાઓ તથા 260 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન આચાર્ય એ. ડી. સ્વામિનારાયણના માર્ગદર્શનમાં એન્ટરપ્રિનિયરશીપ ડેવલપમેન્ટ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રગતિ અને ટેક્નોલોજીની દોડમાં સૌ ગાંધીજીના સ્વદેશીના વિચારને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વણીને, ઉદ્યોગ સાહસિકતાના વિકાસ થકી દેશના વિકાસમાં સહભાગી બને તેવી અપીલ આચાર્યએ કરી હતી.
આ સાથે એમ.એસ.એમ.ઈ. ટેક્નોલોજી ડેવલપમેન્ટ સેન્ટરનાશ્રી પ્રણવ પંડ્યા તેમજ મયૂરસિંહ પરમાર સહિતે વિદ્યાર્થીઓને ઉદ્યમિતા અંગે માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું.