હોલી સેન્ટ્સ સ્કૂલ અને રમેશભાઈ છાયા ક્ધયા વિદ્યાલયમાં ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયું
રાજકોટ આરટીઓના ઓફીસર કેતન ખપેડ સ્કૂલો, સંસ્થાઓમાં જઈને ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે હોલી સેન્ટ્સ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસનું આયોજન કરાયું હતું. રાજકોટ આરટીઓ કેતન ખપેડ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું તે અંગે માહિતી આપી હતી.
- Advertisement -
જ્યારે રમેશભાઈ છાયા ક્ધયા વિદ્યાલય, રાષ્ટ્રીય શાળા કેમ્પસમાં પણ રોડ સેફ્ટી અવેરનેસ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બન્ને સ્કૂલોમાં આરટીઓ કેતન ખપેડ તથા અધિકારીઓ દ્વારા હોલી સ્કૂલના પ્રિન્સિપાલ રાજ ભટ્ટ વાઈસ પ્રિન્સિપાલ નમ્રતા ભટ્ટનો આભાર પ્રગટ કર્યો હતો.