પરશુરામ ભગવાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ વિશાળ બાઇક રેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ આજ રોજ વૈશાખ સુદ અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનો પ્રગાટયોત્સવની ઉજવણી સમગ્ર સોરઠ પંથકમાં ધામધૂમ પૂર્વક ઉજવાઇ રહી છે. ત્યારે પરશુરામ ભગવાનના જન્મોત્સવ પ્રસંગની પૂર્વ સંઘ્યાએ જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પરશુરામ ભગવાનના રથ સાથે ભુદેવો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને ગિરનાર રોડ પર આવેલ પરશુરામ ચોક ખાતે પૂજન અર્ચન સાથે રેલી પૂર્ણ થઇ હતી.
આજે પરશુરામ ભગવાનના પ્રાગટયોત્સવની ઉજવણીના ભાગરૂપે બપોરના સમયે તળાવ ગેઇટ સ્થિત આવેલ જાગનાથ મંદિર ખાતેથી એક વિશાળ શોભાયાત્રા નિકળશે જેમાં સાધુ-સંધો સહિત સમસ્ત બ્રહ્મ સમાજ અગ્રણીઓ જોડાશે અને આ શોભાયાત્રામાં પરશુરામ ભગવાનની ઝાંખી કરાવતા અનેક રથ જોવા મળશે. જેમાં યુવાનો અને યુવતિઓ દ્વારા તલવારબાજી સહિતના કરતબો સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરશે અને સાંજના સમયે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજ માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.