– રાષ્ટ્ર ધ્વજ સાથે શાળાનાં બાળકોમાં અનેરો ઉત્સાહ છવાયો
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પ્રારંભ થયેલ “મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત અનીડા (વાછરા) ગામે તાલુકા શાળામાં ગ્રામ પંચાયત દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
જેમાં મહાનુભાવો દ્વારા શાળાના પટાંગણમાં ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકતીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાનશ્રીનો સંદેશ તેમજ શહીદોને નમનનો સંદેશ કંડારવામાં આવ્યો છે. શાળાની બાળાઓ દ્વારા કળશમાં માટી લાવી અર્પણ કરવામાં આવી હતી. શાળાનાં બાળકોએ દેશભક્તિ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. શાળાનાં આચાર્યશ્રીઓ,મહાનુભાવો અને બાળકો દ્વારા આ તકે વૃક્ષારોપણ કરાયું હતું.
- Advertisement -
પંચ પ્રણ અંતર્ગત માટીના દીવા સાથે પાંચ પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી જેમાં વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પ્રતિજ્ઞાઓનો સમાવેશ થાય છે.શાળાના બાળકોને શિક્ષકો દ્વારા આ અભિયાનનું મહત્વ સમજાવાયુ હતુ.
આ કાર્યક્રમમાં પંચાયતના સદસ્યો,ગામના આગેવાનો અને શાળાના બાળકો, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.