ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મેરી માટી મેરા દેશ તથા મિટ્ટી કો મનમ, વીરો કો વંદન કાર્યક્રમની ઉજવણી વોર્ડ નં.11 ખાતે ઘાચી પટ્ટ આંગણવાડી કેન્દ્ર પર ભુલાકાઓ અને તેમના વાી સાથે ઘ્વજવંદન, પંચ પ્રાણ તથા સેલ્ફી તેમજ પીએમ સ્વનિધીના લાભાર્થીઓ સાથે સંવાદ કરી કાર્યક્રમની ઉજવણી કરેલ. જેમાં વોર્ડ.11ના કોર્પોરેટર ભાવનાબહેન હિરપરા તેમજ પલ્લવીબહેન ઠાકર અને આઇસીડીએસ જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારી વત્સલાબહેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર સંગીતાબેન અભાણી અને સુમયાબહેન અમરેલીયા જહેમત ઉઠાવી હતી.
જૂનાગઢ ઘાંચી પટ્ટ આંગણવાડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી
