શહેરના વિવિધ વિસ્તારોમાં રૂા.59.53 કરોડના ખર્ચે 50 વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ 50 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્તના કાર્યક્રમો તા.21/11ના રોજ શહેરના જુદા જુદા સ્થળે યોજવામાં આવ્યા હતા. જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો અને વોર્ડ સંગઠનની ટીમ વગેરે જુદા જુદા સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ વિકાસ કામોમાં વોર્ડ નં.12, વોર્ડ નં.10, વોર્ડ નં.9, વોર્ડ નં.8, વોર્ડનં.11, વોર્ડ નં.2, વોર્ડ નં.-14, વોર્ડ નં.4ના કામો ઉપરાંત કાલાવડ રોડથી સરીતા વિહાર સોસાયટીના પુલ સુધી સેન્ટ્રલ એલ.ઈ.ડી. લાઈટીંગનું કામ તથા સ્પિડવેલ પાર્ટી પ્લોટથી ન્યુ 150 ફૂટ રીંગ રોડ સુધી સેન્ટ્રલ એલ.ઈ.ડી. લાઈટીંગના કામના લોકાર્પણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ વિવિધ લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલીયા, ચેતન નંદાણી, સિટી એન્જીનિયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢીયા, પી.ડી.અઢીયા, બી.ડી.જીવાણી, કે.પી. દેથરીયા, ગાર્ડન સુપરવાઈઝર એલ.જે.ચૌહાણ, પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર, વોર્ડ નં.1 થી 18ના વોર્ડ એન્જીનિયર તથા વોર્ડ ઓફિસર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.



