ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કચ્છી રાજગોર જેસ્ટાનગર મિત્ર મંડળ દ્વારા 37માં રક્ષાબંધન મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે પરંપરાગત રીતે જેસ્ટાનગર મધે ભગવાન વિશ્ચકર્મા મંદિર પરિસરમાં સામુહિક યજ્ઞોપવીત સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજગોર સમાજના ભાઈઓ ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ પણ જોડાયા હતા. પ્રારંભમાં ભાડાના પુર્વ ચેરમેન કિરીટ ભાઈ સોમપુરાના વરદ્ હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.ગાયત્રી પરિવારના શશીકાંતભાઈ આચાર્યના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી ગૌરાંગભાઈ ગોર દ્વારા દશવિધી સ્નાન, હિમાદ્રિ સંકલ્પ, વેદ પુજન તેમજ રૂષિ પુજન સહિતના વિધી વિધાન સાથે મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓને સામુહિક રીતે યજ્ઞોપવીત પરિવર્તન સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના યુવા પાંખના પ્રમુખ અનીકભાઈ જોષી અને ટીમ હાજર રહ્યા હતા.
- Advertisement -
જેસ્ટાનગર મિત્ર મંડળના પ્રમુખ પરેશભાઈ માકાણી, મંત્રી ચંદ્રકાંત મોતા, ખજાનચી મુકેશભાઈ જેસરેગોર, સંગઠનમંત્રી વિરેનભાઈ ગોર, ઉપપ્રમુખ જયંતીભાઈ મોતા, સહમંત્રી પ્રકાશભાઈ મોતા, નિકિન બાવા, ભાવેશ વ્યાસ સહિતના કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું. બપોર બાદ બટુકોને નુતન યજ્ઞોપવીત સંસ્કાર સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન છે. સાંજે મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાત્રે દાતાઓનું અભિવાદન અને સમુહ પ્રસાદ બાદ છેલ્લે મ્યુઝિકલ હાઉસી ગેમનું આયોજન કરવામાં આવ્યું છે.