મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી
જિલ્લાના વિકાસ માટે મંત્રીનાં હસ્તે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને રૂ.25 લાખનો ચેક અર્પણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગીર સોમનાથના ઊનાના આંગણે દેશભક્તિસભર માહોલમાં જિલ્લાકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. ઊનાના શાહ.એચ.ડી. હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજીત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.રપ લાખનો ચેક કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની પ્રતાપરાય છોટાલાલ પાઠક સહિત જુદાં-જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.



