ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
વેરાવળ બંદરમાં એમપેડા, નેટફિશ ગુજરાત દ્વારા વેરાવળ ફિશિંગ હાર્બર ખાતે મત્સ્યોદ્યોગ વિભાગ અને જુદા જુદા બોટ એસોસિએશનના સહયોગથી સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં એમપેડાના એડી.વાણીયા કિશોરકુમાર, ફિશરીજ વિભાગના સાયાની, નેટફીશના એસ.સી.ઓ.જીજ્ઞેશ ભાઈ વિસાવડિયા, સાગરપુત્ર ફાઉન્ડેશન બોટ એસોસિએશન તુલસીભાઈ ગોહેલ સહિતના મહાનુભાવોએ બંદરની સફાઈના મહત્વ વિશે માહિતી આપી હતી.
- Advertisement -
એમપેડાના કિશોરકુમાર વાણીયાએ જણાવ્યું હતું કે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાને અનુસરતા તમામ હોદ્દેદારો હાર્બર અને તેની આસપાસની સ્વચ્છતા ધોરણો મુજબ જાળવે એ હિતાવહ છે. આ અભિયાનમાં સો થી વધુ લોકો સહભાગી થઇ બંદરની સાફસફાઈ કરી હતી.બોટ એસોસિએશનની સહભાગિતાથી આ અભિયાન એક અઠવાડિયા સુધી શરૂૂ રહેશે. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નિમિત્તે એકઠા થયેલ કચરાનો વૈજ્ઞાનિક ઢબે સલામત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા માટે એમપેડા અને નેટફીશ દ્વારા સૌ લોકોનો આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમની આભારવિધિ મત્સ્યોદ્યોગ વિભાગના વિમલ પંડ્યાએ કરી હતી. આ તકે બોટ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રવીણભાઈ સુયાણી, દિનેશભાઈ વધાવી, ભિડિયા ખારવા સમાજના આગેવાન પરેશભાઈ કોતિયા, ભીડીયા કોળી સમાજના આગેવાન ભરતભાઈ બામણીયા,વિજયભાઈ, હરેશભાઈ, રાજેશભાઈ સિકોતરિયા ઉપસ્થિત રહ્યા હતા.