ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
ક્રિસમસના જશ્ર્ન માટે દેશ અને દુનિયાના ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. ચર્ચોમાં મોડીરાતની વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભારતમાં પણ ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં ક્રિસમસની ઉજવણીની તસવીરો સામે આવી છે. સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર ચોકલેટ અને રેતીમાંથી સાન્તાક્લોઝ બનાવ્યા હતા. તેમજ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કોલકાતામાં સૌથી પવિત્ર રોઝરીના કેથેડ્રલ ખાતે સામૂહિક પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
- Advertisement -
આ બધાની વચ્ચે ગાઝા-ઇઝરાયલ યુદ્ધના કારણે ભગવાન ઈશુના જન્મસ્થળ બેથલહેમમાં સતત બીજા વર્ષે ક્રિસમસની સામાન્ય રીતે ઉજવણી થઈ રહી છે. જન્મસ્થળ પર બનેલા ચર્ચ ઓફ ધ નેટીવીટીને પણ શણગારવામાં આવ્યું નથી.
બેથલહેમ: પારંપરિક સરઘસ દરમિયાન ગાઝા માટે શાંતિ અને અમને જીવન જોઈએ છે એવા બેનરો સાથે સ્કાઉટ્સ કૂચ કરી