ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોને સહાય, સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિર સહિત અનેક આયોજનો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દાદરા અને નગર હવેલીના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા. 28 ઓગસ્ટ, 2025ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસના “9 વર્ષના વિશ્વાસ, સતત વિકાસ” ની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના દરેક વર્ગને જોડવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા, વહીવટીતંત્રએ વિકાસ અને જનભાગીદારીનું મહત્વ દર્શાવ્યુંહતું. આંગણવાડી કેન્દ્રોમાં સુખડી, લાડુ, કેળા અને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.નમો હોસ્પિટલ, સિલવાસા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ખાનવેલમાં દર્દીઓને પૌષ્ટિક ફળોનું વિતરણ કરાયું હતું. તમામ શાળાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું.
- Advertisement -
શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ માટે સહાય: રિલાયન્સ, હોન્ડા, સનાતન ટેક્સટાઈલ જેવી કંપનીઓના કર્મચારીઓને ’વિકાસ ડીશ’ (ફૂડ પેકેટ) અને રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિલવાસા નગરપાલિકા અને ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓને ટી-શર્ટ, સાડી અને ટિફિન બોક્સનું વિતરણ કરાયું હતું.
ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ: મુખ્ય રહેણાંક સોસાયટીઓમાં મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. જિલ્લાના મુખ્ય મંદિરોમાં ભૂતપૂર્વ સાંસદો અને સામાજિક કાર્યકરો દ્વારા પૂજા અને હવન યોજાયા હતા.
વિકાસ રથ: ’વિકાસ રથ’ દ્વારા 9 વર્ષની વિકાસયાત્રાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તમામ ગ્રામ પંચાયત તથા નગર વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
રક્તદાન શિબિર: ભારતીય રેડ ક્રોસ સોસાયટી દ્વારા કલા કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
રેલી અને સેવા: ખાનવેલ-ખેડાપા રોડ પર યુવાનો દ્વારા બાઇક અને કાર રેલી યોજાઈ હતી. સ્વ-સહાય જૂથની મહિલાઓએ સહભોજનનું આયોજન કર્યું હતું, જ્યારે કાર્યકરોએ ગૌશાળામાં ગાય સેવા કરી હતી.