કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત 13 લોકો શહીદ થતાં સમગ્ર દેશને મોટો ફટકો પડ્યો છે વડાપ્રધાન સહીત મોટા નેતાઓ એ દુઃખ વ્યક્ત જાહેર કર્યું
બિપિન રાવત (CDS Bipin Rawat),તેમનો પરિવાર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથેનું સેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના (Army helicopter crash In Tamil nadu) નીલગિરિમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં CDS બિપિન રાવતનું (CDS Bipin Rawat death) મોત નીપજ્યું હતું. હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. ભારતીય વાયુ સેનાના (Indian Air force tweet) સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપરથી આ અંગે જાણકારી આપી હતી. આ અકસ્માત તમિલનાડુના નીલગીરી જિલ્લામાં થયો છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટના સ્થળથી 13 મૃતદેહ મળ્યા છે.
કોણ હતા બિપિન રાવત
- ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે
- બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોધી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.
- 2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી
- આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.
- બિપિન રાવત કાશ્મીર ખીણમાં નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને બાદમાં ઈન્ફન્ટ્રી ડિવિઝનમાં મેજર જનરલ તરીરે આદેશ આપ્યો હતો.સાઉથ કમાન્ડની કમાન સંભાળી હતી.
- તેમણે પાકિસ્તાન તેમજ વાયુસેના અને નૌકાદળ સાથે પશ્ચિમી સરહદ પર મેકનાઈજેડ -વોરફેરનું સંકલન કર્યું હતું
- બિપિન રાવતે ચીનની સરહદ પર કર્નલ તરીકે ઈન્ફન્ટ્રી બટાલિયનની કમાન પણ સંભાળી છે.
- બિપિન રાવતે ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં સ્વર્ડ ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો છે.
- રાવત ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તેમજ ભારતીય સેનાના 27માં આર્મી ચીફ તરીકે સેવા આપી ચૂક્યાં છે.
- બિપિન રાવત ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી મિલિટરી મીડિયામાં સ્ટડીઝમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.
શું ઘટી હતી ઘટના?
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat) તેમજ સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈને જતું હેલિકોપ્ટર IAF Mi-17 V5 તામિલનાડુના કુન્નૂર (Coonoor) ખાતે ક્રેશ થઈ ગયું છે. અકસ્માતમાં 11 જેટલા લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવતના પત્ની પણ સવાર હતા. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હોવાની માહિતી મળી છે. ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.
- Advertisement -
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું?
- CDS બિપીન રાવત
- શ્રીમતિ મધુલિકા રાવત, બિપીન રાવતના પત્ની
- બ્રિગેડિયર એલ.એસ. લિડ્ડર
- લેફ્ટિનેંટ કર્નલ હરજિંદરસિંહ
- નાયક ગુરસેવકસિંહ
- નાયક જિતેન્દ્રકુમાર
- લાંસ નાયક વિવેક કુમાર
- લાંસ નાયક બી.સાઈ તેજા
- હવાલદાર સતપાલ
DNA ટેસ્ટથી મૃતદેહોની ઓળખ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટરમાં સવાર 14 લોકો પૈકી 13 લોકોના મોતના મૃતદેહો મળી આવ્યા છે. દરેક લાશોની ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે.