જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવામાં મોડુ થતા પેટ્રોલ પંપના બે કર્મચારી ઉપર સાત શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડી નાસી છુટયા હતા. જયારે આ મારામારીના બનાવના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ ઝાંઝરડા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર જી.જે.11 એ.એસ.21 નંબરની કારમાં બે શખ્સોએ પેટ્રોલ ભરવાનું કહેતા પંપના કર્મચારી મહમદ હુશેન મનસુર ભટીએ થોડીવાર ઉભા રહેવાનું કહેતા ગાળો દેવાનું શરૂ કર્યુ હતુ. આથી પંપના કર્મચારીએ ગાળો દેવાની ના પડતા આ ઇસમે ફોન કરીને અન્ય ઇસમોને બોલાવ્યા હતા. ત્યારે થોડીવારમાં બીજી કારમાં આવેલા શખ્સોએ માથાકુટ કરી હતી. જેમાં કરશન ગલા મોરી, ભાવીન ખોડાભાઇ બઢ, લાખો રબારી, સુનીલ લાખા ભારાઇ, રમેશ ઉર્ફે રોકી ભારાઇ, લખન મેરૂ ચાવડા, એભા મેરૂ ચાવડા, વિપુલ ભારાઇ સહિત 8 શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરતા બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ઝાંઝરડા રોડ પરના પેટ્રોલ પંપ કર્મચારીને મારમાર્યાના CCTV ફુટેજ સામે આવ્યા
Follow US
Find US on Social Medias