ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી – જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. હાલ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (છ.છ.ઇ.) દ્વારા કોમર્શીયલ ક્રમ ટીકીટ કલાર્ક ની 2022, એકાઉન્ટ કલાર્ક કમ ટાઈપીસ્ટ ની 361, જુનિયર કલાર્ક કમ ટાઈપીસ્ટ ની 990 અને ટ્રેઈનસ કલાર્ક ની 7ર એમ કુલ 3445 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કોચીંગવર્ગનું આયોજન સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા. 25-10-2024 ને શુક્રવારથી શરૂ કરવામાં આવશે.
- Advertisement -
આ પ્રાથમિક તબક્કાની પરીક્ષાના તાલીમવર્ગના અભ્યાસક્રમમા મેથ્સ અને રીઝનીંગ તથા જનરલ અવેરનેસમાં વારસો, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, બંધારણ અને કોમ્પ્યુટર જેવા સીલેકટેડ વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોક્ત તાલીમવર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો તા. 23-10-2024 સુધીમાં સી.સી.ડી.સી. બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આર.આર.બી (નોન ટેકનીકલ) નું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુફ, ધોરણ 12 ની માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.