ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
CBSE ધોરણ 10મી બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. બે વખત બોર્ડની પરીક્ષા માટે નિયમોનો ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ગયો છે. વર્ષ 2026-27થી બે વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે. જોકે આ હજુ માત્ર ડ્રાફ્ટ જ છે, આગામી સમયમાં પરીક્ષાના નિયમો તથા આયોજન અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઈઇજઊ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ડ્રાફ્ટ જાહેર જનતા માટે મૂકવામાં આવશે જેના પર 9 માર્ચ સુધી લોકો પ્રતિક્રિયા આપી શકશે. જે બાદ પરીક્ષાના નિયમોને અંતિમ રૂપ આપવામાં આવશે.
CBSEએ પરીક્ષાના જે નિયમો બનાવ્યા છે તે અનુસાર 10માં બોર્ડની પરીક્ષા બે ફેઝમાં લેવાશે જેમાં પહેલો ફેઝ ફેબ્રુઆરી તથા બીજો ફેઝ મે મહિનામાં આવશે. બંને ફેઝની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સરખા જ હશે. વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા હોવાના કારણે અન્ય કોઈ પણ વિશેષ પરીક્ષા લેવામાં આવશે નહીં. જેના કારણે શાળાઓમાં થતી સપ્લીમેન્ટ્રી પરીક્ષા ખતમ થઈ જશે.
CBSEના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે ઉંઊઊની જેમ જ વિકલ્પ પસંદ કરી શકશે કે તેમને પરીક્ષા એક વખત આપવી છે કે બે વખત? જો કોઈ વિદ્યાર્થી બે વખત પરીક્ષા આપે છે તો બંને પરીક્ષામાંથી જેમાં વધુ ગુણ આવ્યા હશે તે માન્ય રાખવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીનું કોઈ વિષયનું પેપર સારું નથી ગયું તો તે બીજી વખત પરીક્ષા આપી શકશે. ખાસ વાત તો એ છે કે વિદ્યાર્થી પાસે એ નક્કી કરવાનો પણ અધિકાર હશે કે કયા વિષયનું પેપર એકવાર આપવું અને કયા વિષયનું બે વાર.
નોંધનીય છે કે ઈઇજઊના આ ડ્રાફ્ટ મુદ્દે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં 19મી ફેબ્રુઆરીએ બેઠક યોજાઇ હતી. જે બાદ નિર્ણય લેવાયો હતો કે આ ડ્રાફ્ટ મુદ્દે શાળાઓ, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનો પ્રતિભાવ લેવામાં આવે. જે બાદ આજે ડ્રાફ્ટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે. 9 માર્ચ સુધી આ ડ્રાફ્ટ પર પ્રતિક્રિયા આપી શકાશે.