ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત દેશભરમાં આજથી (15 ફેબ્રુઆરી) CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજકોટ રિજનમાં એટલે કે, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ મળીને કુલ 4,225 વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પરીક્ષા કેન્દ્રો ઉપર જેકેટ પહેરીને આવેલા વિદ્યાર્થીઓનું જેકેટ કઢાવ્યું હતું. તો ટ્રાન્સપરન્ટ પેડ ન હોવાથી તેમાંથી પૂઠું કઢાવવામાં આવ્યું હતું. 10 ક્લાસ અથવા 240 વિદ્યાર્થીઓ વચ્ચે સીસીટીવી મોનિટરિંગ ઓફિસર અને દિલ્હી કેન્દ્રથી મોનિટરિંગ સાથે બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે.
- Advertisement -
ગત વર્ષે રાજકોટની 2 સહિત રાજ્ય અને દેશની કેટલીક સ્કૂલોમાં ઈઈઝટ વિના પરીક્ષા લેવામાં આવતા હોબાળો મચી ગયો હતો. તેને ધ્યાનમાં રાખી આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV તો ફરજિયાત છે જ, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં ઈઈઝટ મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેને સતત સીસીટીવી પર નજર રાખવાની રહેશે અને તેના પર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી એટલે કે, અંદાજે બે મહિનાથી વધુ સમય સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ રાખવું ફરજિયાત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન પરીક્ષા શરૂ થઈ છે, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરીરિતી ન થાય અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે તે માટે સીસીટીવી પોલિસીમાં બદલાવ કર્યો છે.
જેમાં આ વખતે નવો નિયમ એ છે કે, સીબીએસઈની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે તેમાં 240 વિદ્યાર્થી અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવાની રહેશે. જેમને ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખવાની રહેશે. તેમના મોનિટરિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરિતી દેખાશે તો તુરંત CCTV બોર્ડને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત CCTV બોર્ડને જરૂર લાગે તો સીસીટીવીના ક્લિપિંગ સાથે સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને બોલાવી ખુલાસો પણ પૂછી શકે છે.