ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
CBSC સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. CBSC બોર્ડની પરીક્ષાની પદ્ધતિ બદલવા જઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ મૂલ્યાંકન પ્રણાલીમાં ફેરફાર કરવા માટે CBSC એ આ પગલું ભર્યું છે. જે હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશને ધોરણ 11 અને 12ના પેપરની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે CBSCની નવી પરીક્ષા પદ્ધતિમાં કાંઈક એવો ફેરફાર લાવી રહી છે જેમા બાળકો ગોખીને યાદ કરવાની આદત લગભગ બિલકુલ ખતમ થઈ જશે.
CBSC ધોરણ 9 અને 10ની પદ્ધતિમાં શું બદલાયું?
- Advertisement -
CBSC ધોરણ 9 અને 10ની વાત કરીએ તો આ બે ધોરણમાં વાર્ષિક પરીક્ષાઓ (થિયરી) ના પ્રશ્નપત્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
CBSC બોર્ડે એક નોટિસમાં કહ્યું છે કે, ’બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખીને યાદ કરવાની સિસ્ટમને ખતમ કરવાનો છે. જેથી 21મી સદીના પડકારોનો સામનો કરવા વિદ્યાર્થીઓમાં રચનાત્મક, સર્જનાત્મક, આલોચનાત્મક અને પદ્ધતિસરની વિચારસરણી વિકસીત કરવાવાળા શિક્ષણને પ્રોત્સાહન આપી શકે.
CBSC પરીક્ષા પદ્ધતિ ધોરણ 11 અને 12માં શું બદલાશે?
CBSC એ બોર્ડની પરીક્ષાઓમાં બાળકોની વિશ્લેષણાત્મક ક્ષમતાની ચકાસણીના પ્રશ્ર્નોની સંખ્યામાં વધારો કર્યો છે.
ગોખીને યાદ રાખવામાં આવતા જ્ઞાન આધારિત પ્રશ્નો ઓછા કરવામાં આવ્યા છે.
ધોરણ 11માં અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં MCQ પ્રશ્ર્નો, કેસ સ્ટડી આધારિત પ્રશ્ર્નો, સોર્સ આધારિત ઈન્ટીગ્રેટેડ પ્રશ્ર્નો અથવા અન્ય સમાન પ્રશ્નોનું વેઇટેજ 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે.
આ સાથે 2024-25 શૈક્ષણિક સત્રમાં પરંપરાગત પરીક્ષા પદ્ધતિમાં ટૂંકા જવાબ/લાંબા જવાબના પ્રશ્ર્નો 40% થી ઘટાડીને 30% કરવામાં આવ્યું છે.
જો કે, પ્રતિભાવ પ્રકારના પ્રશ્ર્નોનું વેઈટેજ પહેલાની જેમ 20 ટકા જેટલું જ રહેશે.