CBIએ ICICI બેંક લોન કેસમાં વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે.
CBIએ ICICI બેંક લોન કેસમાં વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ જ કેસમાં કાર્યવાહી કરતી વખતે, CBIએ શુક્રવારે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની 2012 માં બેંક દ્વારા વીડિયોકોન જૂથને આપવામાં આવેલી લોનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતાના સંબંધમાં ધરપકડ કરી હતી.
- Advertisement -
CBI arrests Videocon chairman Venugopal Dhoot in ICICI Bank money laundering case
Read @ANI Story | https://t.co/rykEmmO9Og
#CBI #VenugopalDhoot #ICICI #MoneyLaundering pic.twitter.com/fcCWkhSu1i
— ANI Digital (@ani_digital) December 26, 2022
- Advertisement -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી, જેમાંથી 86 ટકા રકમ (લગભગ 2810 કરોડ રૂપિયા) ચૂકવવામાં આવી નથી. 2017માં આ લોન એનપીએમાં મૂકવામાં આવી હતી.
FRIમાં વેણુગોપાલ ધૂતનું નામ આરોપી તરીકે હતું
અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ ચંદા કોચર, તેના પતિ અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત તેમજ ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત IPC કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. FIRમાં આરોપી તરીકે માર્ચ 2018માં ચંદા કોચર પર પણ તેના પતિને આર્થિક લાભ આપવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપો બાદ, ચંદાએ ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું હતું.
ધૂતે નુપાવરમાં ICICI બેંકમાંથી મળેલી લોનનું રોકાણ કર્યું હતું
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિડિયોકોન જૂથને 2012માં ICICI બેંક પાસેથી રૂ. 3,250 કરોડની લોન મળ્યા બાદ વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનો આરોપ છે. સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી. તમને જણાવી દઈએ કે મે 2020માં EDએ ચંદા કોચર અને તેમના પતિની કરોડો રૂપિયાની લોન અને તેનાથી સંબંધિત અન્ય બાબતોમાં પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ EDએ દીપક કોચરની ધરપકડ કરી હતી.