સુભાષ શંકર છેલ્લા ઘણા સમયથી કાહિરામાં વસી રહ્યો હતો, બેંકો સાથે છેતરપિંડીમાં સામેલ છે
બેંકો સાથે જંગી રકમની છેતરપિંડી કરવા અંગેના કેસમાં મહાચોર નીરવ મોદીના સાથીદાર તરીકે સહ આરોપી રહેલા નીરવના સાથીદાર સુભાષ શંકરને ભારત લાવવામાં સીબીઆઈને સફળતા મળી છે અને તેની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સુભાષ શંકર કાહિરામાં આશ્રય લઈને પડ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ તેને પાછો લાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને અંતે તમામ દસ્તાવેજી સંપન્ન થયા બાદ તેને ભારત લાવવામાં સફળતા મળી છે.
સુભાષ શંકર નીરવ મોદીની કંપનીમાં ફાઈનાન્સ ખાતુ સંભાળતો હતો અને બેંકો સાથે છેતરપિંડી માટે બરાબરના ભાગીદાર રહ્યો છે. 2018માં ઈન્ટરપોલ દ્વારા બેંક ગોટાળાની તપાસ કરી રહેલ અધિકારીઓના અનુરોધને પગલે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી.