જમ્મૂ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની સામે સીબીઆઇએ કાર્યવાહી કરી છે. સીબીઆઇએ તેમના ઘર અને ઓફિસ સહિત 30થી વધારે જગ્યાઓ પર રેડ પાડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે સવારથી કાર્યવાહી ચાલી રહી છે.
पिछले 3-4 दिनों से मैं बिमार हूं ओर हस्पताल में भर्ती हूं। जिसके वावजूद मेरे मकान में तानाशाह द्वारा सरकारी एजेंसियों से छापे डलवाएं जा रहें हैं। मेरे ड्राईवर, मेरे साहयक के ऊपर भी छापे मारकर उनको बेवजह परेशान किया जा रहा है।
में किसान का बेटा हूं, इन छापों से घबराऊंगा नहीं। में…
- Advertisement -
— Satyapal Malik 🇮🇳 (@SatyapalmalikG) February 22, 2024
મળેલી જાણકારી અનુસાર, જમ્મૂ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના દિલ્હીના ઘર પર સીબીઆઇએ રેડ પાડી છે. જો કે, સીબીઆઇએ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કેસમાં અહિં રેડ કરી છે. વીમા કૌભાંડમાં સીબીઆઇ મલિકની સામે કાર્યવાહી કરી ચુકી છએ. વીમા કૌભાંડના કેસમાં સીબીઆઇ સત્યપાલ મલિક અને તેમના નજીકના સંબંધીઓના ઘરે રેડ પાડી છે.
- Advertisement -
વર્ષ 2019માં કિશ્તવાડમાં કિરૂ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે 2,200 કરોડના સિવિલ કામ માટે આપવાની જગ્યાએ કથિત ભ્રષ્ટાચાર થયો હતો. સત્યપાલ મલિક, જે 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોમ્બર 2019 સુધી જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતા. મલિકનો આરોપ હતો કે, તેમને યોજનાઓ સંબંધિત બે ફાઇલને મંજૂરી આપવા માટે 300 કરોડની લાંચ લીધી હતી.
#WATCH | CBI is conducting raids at more than 30 places, including the premises of former Jammu and Kashmir Governor Satyapal Malik, as part of its investigation into alleged corruption linked to the awarding of a Kiru Hydroelectric project contract in the UT: Sources
(Outside… pic.twitter.com/zDM8YixyI4
— ANI (@ANI) February 22, 2024
પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે, છેલ્લા 3-4 દિવસોથી હું બિમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. જેના કારણે મારા મકાનમાં સરકાર દ્વારા સરકારી એજન્સીઓ દરોડા પાડી રહી છે. મારા ડ્રાઇવર, મારા સહાયકોના ઘરે પણ દરોડા પાડીને તેમને હેરાન કરી રહ્યા છે. હું ખેડૂતનો દિકરો છું, આ દરોડાથી ડરવાનો નથી. હું ખેડૂતોની સાથે છું. સત્યાપાલ મલિક(પૂર્વ ગર્વનર)