વંથલી નજીક ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યા
બંને સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની બદીને ડામી દેવા અને દારૂની હેરફેર કરનાર ઈસમો સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ એસપી હર્ષદ મેહતા દ્વારા અપાતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ તથા પીએસઆઇ ડી.કે.ઝાલા અને નિકુલ પટેલ, જીતેશ મારું સહીતના પોલીસ સ્ટાફને મળેલી હકીકતન આધારે એક કિંમતી કાર માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વંથલી નજીક આવેલ ટોલ નાકા પહેલા લુશાળા ફાટકે વોચમાાં હતા ત્યારે કાળા કલરની થાર કાર આવતા તે ગાડીને રોકવાનો પ્રયત્ન કરેલ પણ કાર ચાલક ગાદોઇ ગામથી ટીનમસ જવાના રસ્તે ભાગ્યો હતી ત્યારે પોલીસે તેનો પીછો કર્યો હતો અને કાર ટિનમસ સિમ વિસ્તારમાં આગળ રસ્તો બંધ થઇ જતા અને કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 165, જેની કી.રૂ.44,100 અન્ય મુદામાલ મળી કુલ રૂ.10,64,100નો મુદામાલ કબ્જે કરી કારમાં સવાર એઝાઝ ઉર્ફે એજુ ફારૂકભાઈ બ્લોચ અને ફિરોઝ ઉર્ફે ધોબી યુનુસભાઈ ખત્રીને ઝડપી પાડવામાં સફળતા મળી વંથલી પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.