સોમવારે લોકસભાએ રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ પસાર કર્યું, અને રાજ્યસભાએ મર્ચન્ટ શિપિંગ બિલ અને ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ પસાર કર્યું.
સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માએ ઘરેથી મળેલી રોકડ રકમ વિશે ‘ભ્રામક’ માહિતી આપી હતી
- Advertisement -
14 માર્ચે આગની ઘટના બાદ રોકડ રકમ મળી આવી હતી
સુપ્રીમ કોર્ટની પેનલે તેમને હટાવવાની ભલામણ કરી હતી, પરંતુ તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો
યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના
- Advertisement -
સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, ‘ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસના મતે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. સાથે જ, ફરિયાદની પ્રકૃતિને જોતાં નિયમો અનુસાર પદ પરથી હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવાની જરૂર છે. આ પ્રસ્તાવને યોગ્ય માનીને મેં તેને મંજૂરી આપી છે અને પદ પરથી હટાવવાની વિનંતી પર સમિતિ બનાવી છે.’
આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ કાયદાશાસ્ત્રી બી. વી. આચાર્ય એમ ત્રણ વરિષ્ઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.