ચીનમાં નવા વર્ષથી અત્યાર સુધીમાં કોરોનાના કેસ જોતા ઓછા કેસ સામે આવ્યા છે, પરંતુ આત્યારે ચીનની સરકારે ચેતવણી આપી છે કે, આ મહીને કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો જોવા મળી શકે છે. ચીનના સરકારી મીડિયાએ પોતાની રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
ચીનમાં સંક્રમણ વધવાનો ખતરો
જો કે, ચીનના નેશનલ હેલ્થ કમીશનના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીનની હોસ્પિટલમાં તાવના દર્દી ઓછા છે, પરંતુ શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવી કે ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19નું જોખમ ઘણું વધારે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ચીનમાં શિયાળાની ઠંડીના કારણથી ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને શ્વાસ સંબંધી બિમારીઓ જેવી કે કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. ચીનની સરકારે જણાવ્યું કે, તેમના દેશમાં ઇન્ફ્લુએન્ઝા સંક્રમણની શરૂઆત ઓક્ટોમ્બરમાં થઇ હતી. દેશના દક્ષિણ પ્રાંતમાં ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં 36.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, ઉત્તરી રાજ્યોમાં 57 ટકા વધારો છે. ચીનની સરકારે જણાવ્યું કે, કેટલાક કેસોમાં જોવા મળ્યું છે કે, જે દર્દીઓને ઇન્ફ્લુએન્ઝા એ વાયરસનો ખતરો હોય, તેમણે ઇન્ફ્લુએન્ઝા બી વાયરસનું સંક્રમણ પણ થઇ શકે. જેનો અર્થ છે કે, ઇન્ફ્લુએન્ઝા સંક્રમણથી તેમની ઇમ્યુનિટી ઓછી થઇ જાય છે. એવામાં આશંકા છે કે, નબળી ઇમ્યુનિટીવાળા લોકો કોરોના સંક્રમણના શિકાર થઇ શકે છે.
- Advertisement -
ભારતમાં જેએમ1ના 1200 કેસ સામે આવ્યા
ભારતમાં ઇન્ડિયન SARS-CoV-2ના જણાવ્યા અનુસાર, શનિવાર સુધી દેશમાં કોરોનાના નવા સબ-વૈરિયન્ટ જેએન1ના કુલ કેસ 1200 થઇ ગયા છે. નાગાલેન્ડમાં પણ જેએન.1ના કેસો મળી આવ્યા છે. આ રીતે અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જેએન.1ના કેસો મળ્યા છે. આ રીતે અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જેએન.1ના કેસો મળ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો, જેને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા અને લોકોથી સોશ્યલ ડિસટન્સ જાળવવાની અપિલ કરી છે.
કર્ણાટકમાં જેએન.1ના સૌથી વધારે 215 કેસો સામે આવ્યા છે. ત્યાર પછી આંધ્રપર્દેશ, મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ, ગોવા તમિલનાડુ, અને ગુજરાતમાં કોરોનાના નવા સબ-વેરિયન્ટના સૌથી વધારે કેસો મળ્યા છે.