મહાકુંભ પર દેશ અને દુનિયાની 26 નામાંકિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ અભ્યાસ કરી રહી છે
મહાકુંભની કેસ સ્ટડી વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એક હાવર્ડ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે. મહાકુંભમાં આવેલાં 66 કરોડ લોકો માટે ભોજનનાં સંચાલન વિશે હાર્વર્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ શીખશે. આવા મોટાં કાર્યક્રમમાં આપણે ખાણીપીણીની વ્યવસ્થા, સ્વચ્છતાથી લઈને આયોજિત વેન્ડિંગ ઝોનનો અભ્યાસ કરવામાં આવશે.
- Advertisement -
મહાકુંભ મેળો દુનિયાનો એક અનોખો કાર્યક્રમ હતો.૫૫ લાખની વસ્તી ધરાવતું પ્રયાગરાજ, મહાકુંભ દરમિયાન લગભગ 40કરોડ યાત્રાળુઓનું આયોજન કર્યું હતું, જ્યારે 2019માં 25 કરોડ યાત્રાળુઓ આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ દર 12 વર્ષે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને ગુરુ ચોક્કસ રીતે ગોઠવાય છે.
મહાકુંભ પર દેશ અને દુનિયાની 26 નામાંકિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ અભ્યાસ કરી રહી છે. જેમાં હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એઈમ્સ, આઈઆઈએમ અમદાવાદ, ઈન્દોર, બેંગ્લોર, આઈઆઈટી કાનપુર અને અમદાવાદ, જેએનયુ, ડીયુ અને લખનઉ યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ મહાકુંભના વિવિધ પાસાઓ પર સંશોધન કરી રહી છે.