ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
બુધવારે રાત્રિના સમયે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી એક શખ્સે જોખમી કરતબ કરી દર્દીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એ-ડિવિઝન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને શોધી કાઢ્યો છે.
વીડીયોમા દેખાતો એક અજાણ્યો માણસ જયેશ વઘેરા રહે.મોટી કાજલીયાળા ગામ તા.વંથલીના શખ્સે પોતાનો શર્ટ કાઢી સિવિલ હોસ્પિટલના પાંચમા માળે ગેલેરીના રેલિંગના પાઇપ પર લટકીને જોખમી સ્ટંટ કર્યા હતા. આ શખ્સની હરકતનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચા જગાવી હતી અને હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ શખ્સ વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામનો જયેશ વધેરા છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એન. સોલંકીએ વાયરલ વીડિયોના આધારે સરકાર તરફે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.



