ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
ટંકારા તાલુકાના વિલપર નજીક બેફિકરાઈથી ચલાવતા કેરી વાહન પલ્ટી મારી ગયું હતું જથી તેમા બેઠેલ લોકોને ઇજાઓ પહોંચી હી જેથી એક મહિલાએ આરોપી વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સબ જેલ સામે વણકર વાસમાં રહેતા હંસાબેન હિંમતભાઈ જાદવ (ઉ.વ.35) એ આરોપી એક કેરી વાહન રજીસ્ટર નંબર -જીજે-36-વી-8780 ના ચાલક નરેશભાઈ કણજારીયા રહે. મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપએ પોતાના હવાલાવાળી કેરી વાહન જેના રજીસ્ટર નં- ૠઉં-36-ટ-8780 વાળુ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારતા પોતાના હવાલાવાળુ વાહન રોડ ઉપર પલ્ટી ખાઇ જતા ફરીયાદી તથા સાહેદોને શરીરે નાની મોટી તેમજ ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.