પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ જળસ્ત્રાવ સમિતિના પ્રમુખ પૂર્વ સરપંચ અજય સોરણી અને તેના મળતીયાઓએ 120 લાભાર્થીઓમાંથી 57 ખેડૂતને જ પંપ આપ્યાનું તપાસમાં ધડાકો થયો ’તો
જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના અંતે બે માસ પહેલાં સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બેડલા ગામમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ એગ્રી સ્પે પંપના નામે સરકાર સાથે છેતરપિંડીનો કાવતરુ કરનાર બેડલા ગામના સસ્પેન્ડેડ સરપંચ અજય સોરાણી અને તેના મળતીયાઓ સામે છેતરપીંડી સહિતની કલમ હેઠળ એરપોર્ટ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટ તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અશોકભાઇ કરૂણાશંકર મેહતાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે બેડલા ગામના સસ્પેન્ડેડ સરપંચ અજય નાથા સોરાણીનું નામ આપ્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ રાજકોટ તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને નિયામક જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયમકના તા.23/08/2023 ના હુકમથી બેડલા ગામમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના 2.0 અંતગર્ત એગ્રી સ્પે.પંપ-120 ની ફાળવણી બાબતે જળસ્ત્રાવ વિકાસ સમીતીના પ્રમુખ અજયભાઇ નાથાભાઇ સોરાણીએ સરકારી નાણા મેળવવા ગેરરીતી આચરેલ હોય જે અંગે નો અહેવાલ જીલ્લા કોઓડીનેટરે (સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ) ગેરરીતીની પ્રાથમીક ઇન્કવાયરી કરેલ હોય અને આ બાબતે કાયદેસરની પોલીસ ફરીયાદ કરવા હુકમ થયેલ હોય જેથી એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, વર્ષ 2022-23 ના વર્ષમાં પ્રધાનમંત્રી ક્રુષિ સિંચાય યોજના યોજના અંતર્ગત જળસ્ત્રાવ વિકાસ સમીતી બેડલા ગામ દ્વારા એગ્રી સ્પ્રે પંપ-120 ની ખરીદ કરી આ અંગે જરૂરી કમીટી બનાવી તેમજ 120 બેડલા ગામના ખેડુત ખાતેદાર લાભાર્થી ને આપી જરૂરી સરકારી કાગળોની કાર્યવાહી કરવા હુકમથી જણાવવામાં આવેલ હતુ.
જે બાબતે બેડલા ગામ પંચાયત દ્વારા જળસ્ત્રાવ વિકાસ સમીતીની રચના કરી એગ્રી સ્પે.પંપ-120 ની ખરીદ કરી બેડલા ગામના 120 ખેડુત ખાતેદાર લાભાર્થીઓની યાદી તૈયાર કરી કામગીરીમાં પ્રમુખ જળસ્ત્રાવ વિકાસ સમીતીના પ્રમુખે ગેરરીતી આચરેલ હોવા અંગે બેડલાના ભગવાનજીભાઇ ઝરીયાએ તા.10/04/2023 ના જીલ્લા વિકાસ અધિકારીને ગેરેરીતી અંગેની અરજી કરેલ હતી. જે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને તપાસ સોંપવામાં આવેલ હતી. જે તપાસનો ફાઇનલ અહેવાલ તા.12/06/2023 ના નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સોંપવામાં આવેલ હતો.
અહેવાલમાં બેડલા ગ્રામ પંચાયતમાં જળ સ્ત્રાવ વિકાસ સમીતી દ્વારા લાઇવલીહુડ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ કરવાની પ્રવ્રુતિ અન્વયે મંજુર થયેલ એગ્રી સ્પ્રે.પંપ 120 ના લાભાર્થીની પસંદગી થયેલ જે 120 લાભાર્થીઓનો તપાસ ટીમ દ્વારા સંપર્ક કરતાં કુલ 57 લાભાર્થીઓને એગ્રી સ્પ્રે પંપ મળેલ હોવાની તેમજ કુલ 120 લાભાર્થી પૈકીના 63 લાભાર્થીઓને એગ્રી સ્પ્રે પંપ નહી મળેલ હોવાનુ તેમજ સદરહુ 120 એગ્રી સ્પ્રે પં5 રઘુવીર ક્ધટ્રકશન વીંછીયાથી મેળવી 63 લાભાર્થીઓને એગ્રી સ્પ્રે પંપ નહી આપી 120 એગ્રી સ્પ્રે પંપ મેળવેલ હોવાના બીલ રજુ કરી જળસ્ત્રાવ વિકાસ તેમજ તપાસમાં ખુલે તે તમામ શખ્સોએ ગેરરીતી આચરી સરકાર સાથે છેતરપીંડી કરી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી એગ્રી સ્પ્રે પં5 કુલ 120 રૂ.5.58 લાખ મેળવવા પ્રયત્ન કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ જે. એસ.ગામીતે વધું તપાસ હાથ ધરી હતી.