તાતા અને સ્પેનિશ કોન્સોર્ટિયમ જમીન અધિગ્રહણ કરી પ્લાન્ટ તૈયાર કરશે અને આગામી ડિફેન્સ એક્સપોમાં એની જાહેરાત થશે
ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો વિકાસનું એપી સેન્ટર છે. મશીન ટૂલ્સ ક્ષેત્રે પણ રાજકોટ હબ છે, જેને લીધે ઘણી એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રી અહીં છે. અત્યાર સુધી રાજકોટમાં વિમાનના અલગ-અલગ પાર્ટ્સનું નિર્માણ થતું હતું. હવે ટૂંક સમયમાં રાજકોટમાં કાર્ગો વિમાન બનાવવાનો પ્લાન્ટ શરૂ થશે. જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો તાતા અને સ્પેનિશ કોન્સોર્ટિયમ જમીન અધિગ્રહણ કરી પ્લાન્ટ તૈયાર કરશે અને આગામી ડિફેન્સ એક્સપોમાં એની જાહેરાત થશે.
- Advertisement -
આમેય રાજકોટમાં મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (ખજખઊ)ઈન્ડસ્ટ્રીઝમાં વિમાનના પાર્ટ્સ વર્ષોથી બને છે. જ્યારે જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગના પાર્ટ્સ સહેલાયથી મળી શકે એમ છે. રાજકોટમાં એરફોર્સના પ્લેનના સ્પેરપાર્ટ્સની સાથે હવે આખેઆખા પ્લેન બનાવવાનો પ્રોજેક્ટ તાતા ગ્રુપ લાવે એવી શક્યતા છે. રાજકીય ગ્રહણ નહીં નડે તો આ પ્રોજેક્ટ રાજકોટમાં જ સ્થપાશે એ વાત નક્કી છે.
એવી પણ શક્યતા છે કે તાતા અને સ્પેનની કંપનીનો આ પ્રોજેક્ટ રાજકોટની જગ્યાએ સુરતમાં સ્થપાઈ શકે છે, પરંતુ સુરતમાં દરિયાકિનારો નજીક હોવાને કારણે ત્યાં અનેક સમસ્યાઓનો સામનો તાતા કંપનીને કરવો પડે તેમ છે. જ્યારે ભૌગોલિક દૃષ્ટિએ રાજકોટ સેફ ઝોનની કેટેગરીમાં આવે છે, આથી રાજકોટને આ પ્રોજેક્ટ મળવો જ જોઈએ એવી ચેમ્બર ઓફ કોમર્સની ઈચ્છા છે.
આ પ્રોજેક્ટને કારણે માત્ર રાજકોટનો જ નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતનો વિકાસ થશે. તાતા અને સ્પેનની જે કંપની આ પ્રોજેક્ટ માટે રોકાણ કરવાની છે તેમનો પણ ઘણો લાભ થશે. રાજકોટમાં ઘણા બધા મશીનરી ઉદ્યોગો કાર્યરત છે અને તે સ્પેરપાર્ટ્સ બનાવવામાં માહેર છે, જેથી કંપનીનો ખર્ચ પણ બચશે, આ ઉપરાંત જામનગર પણ રાજકોટથી એકદમ નજીક હોવાથી બ્રાસ પાર્ટ્સનો પણ લાભ સરળતાથી મળી જશે.