હજારો દર્દીઓ આવતા હોવાથી તંત્રએ સાધનોની જાળવણી કરાવવી જરૂરી
સૌરાષ્ટ્રભરના દર્દીઓ જ્યાં સારવાર અર્થે આવે છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક ભયંકર બેદરકારી સામે આવી છે. બહારગામથી સારવાર માટે આવેલા દર્દીના વ્હીલ ચેરનું એક વ્હીલ નીકળી જતા દર્દી પડી ગયા હતા. હોસ્પિટલના ગેટ પરથી જે તે વોર્ડમાં જવા માટે દર્દીઓ માટે વ્હીલ ચેરની સુવિધા અપાય છે. પરંતુ આ વ્હીલ ચેર તૂટી જતા દર્દી રસ્તા પર ઢળી પડ્યા હતા.
- Advertisement -
કાયમી હજ્જારો દર્દીઓની અવરજવર થતી હોય ત્યારે આ વ્હીલ ચેર સહિતના સાધનોની મરામત કરાવવી ફરજીયાત બને છે સરકાર જ્યારે લોકોના આરોગ્ય બાબત સતત ચિંતિત હોય ત્યારે સ્થાનિક અધિકારીઓની ફરજ પણ વધી જાય છે. પરંતુ ઘોર અવ્યવસ્થા અને તંત્રની બેદરકારી રોજબરોજ સામે આવતી રહે છે. અવારનવાર આરોગ્ય ખાતામાં પણ તે અંગે ફરિયાદો થયેલી છે. પ્રજા એવું ઈચ્છી રહી છે કે કોઈ કડક પગલાં લેવાય અને તંત્ર સુધરે.