શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવાર સાથે દૂઘર્ટના
ખાસ-ખબર ન્યૂઝ મોડાસા
- Advertisement -
આજે દેવ દિવાળી છે, ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે. આજે બે અલગ અલગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે આજે વહેલી સવારે સુરત-અંકલેશ્વર સ્ટેટ હાઇવે અન્ય એક અકસ્માતમાં ભાવનગરના પરિવારની કાર વૃક્ષ સાથે ટકરાતા 3ના મોત થયા હતા. એમ કુલ આજે 7 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજી મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર હાઇવે પર આવેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા. જેમાં બે પુરૂષો, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.