ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.29
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક નાઇરા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માત માં ત્રણ લોકો ના મોત થતાં અરેરાટી વ્યાપી છે.પુર ઝડપે દોડતી કાર ના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાય ફિલ્મી ઢબે છલાંગ લગાવી રોંગ સાઈડ માં જતાં ટ્રક સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડોળાસા અને સીમાસી ગામ વચ્ચે આવેલા નિષ્ઠા પેટ્રોલ પંપ ની સામે એક કાર જે ઉના થી વેરાવળ તરફ જઈ રહી હતી જેમાં કુલ ચાર લોકો સવારી કરી રહ્યા હતા.ત્યારે કાર પુર ઝડપે ડીવાઈડર ને અથડાઈ દસ ફૂટ જેટલી ઉછળી સામે ને લેન આવતા ટ્રક સાથે ધડાકભેર અથડાતાં કાર નો બુકડો બોલી ગયો હતો.અને ચાર પૈકી ત્રણ નું ઘટના સ્થળેજ મોત થયું હતું.જ્યારે ચોથા ને ગંભીર ઇજા પહોંચી છે.જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે.આ કાર સુત્રાપાડા તાલુકા ના મેઘપર ગામ ની અને ટ્રક સુત્રાપાડા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કેમ સર્જાયો તેની વિગત મેળવી રહી છે. મરણ જનાર અને ઘાયલ ડ્રાઈવર ને કોડીનાર ની રા.ના.વાળા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા..