વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રતિષ્ઠભર્યો જંગ શરૂ
ભાજપના કિરીટ પટેલ, કૉંગ્રેસના નીતિન રાણપરીયા અને આપના ગોપાલ ઈટાલીયા વચ્ચે આજથી ખરાખરીનો જંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા ચૂંટણીનો પ્રતિષ્ઠા ભર્યો જંગ શરુ થયો છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણીના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું છે છેલ્લી ઘડીયે ભાજપે અગાઉ વિધાનસભાની ચૂંટણી હારી ગયેલ કિરીટ પટેલ પર ફરી કળશ ઢોળી ઉમેદવાર જાહેર કર્યા છે. તો કોંગ્રેસ પણ યુવા અને ફ્રેશ ચેહરો પસંદ કરીને નીતિન રાણપરીયાની પસંદગી કરી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું જયારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતિન રાણપરીયાએ પ્રદેશ કક્ષાના નેતા અને સ્થાનિક આગેવાનોની બોહળી ઉપસ્થિતિમાં દાવેદારી નોંધાવી હતી. આજથી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ શરુ થયો છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ કિરીટ પટેલને ટિકિટ આપી હતી જયારે કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ હર્ષદ રિબડિયાને અગાઉ ટિકિટ આપી હતી પણ આપ સામે હારી ગયા હતા તેને ફરી ટિકિટ આપી નથી જયારે આપ છોડીને ભાજપમાં જોડાયેલ ભુપત ભાયાણીનું પણ છેલ્લી ઘડીયે પતું કપાઈ ગયું છે. આમ ભાજપના ત્રણ મુખ્ય દાવેદાર માંથી કિરીટ પટેલ ફરી ટિકિટ લેવામાં સફળ રહ્યા છે. હવે જયારે ગુજરાતમાં કડી અને વિસાવદર ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે અને ત્રણેય પક્ષ જીતના દાવા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે હવે મકતદારો કોના તરફે મતદાન કરશે તેતો આગામી ચૂંટણી પરિણામ બતાવશે.
ત્રણેય પક્ષના પ્રદેશ નેતાઓના ધાડેધાડા વિસાવદરમાં ઉતર્યા