ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આપી માહિતી
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડાના વડાપ્રધાન લગ્નના 18 વર્ષ બાદ પત્નીથી અલગ થઈ રહ્યા છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. જો કે પીએમઓનું કહેવું છે કે બાળકોની સંભાળ રાખવા માટે આ કપલ અનેક પ્રસંગોએ સાથે દેખાઈ શકે છે. આ દંપતી તેમના ત્રણ બાળકોને વધુ સારું વાતાવરણ આપવા માંગે છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની પત્ની સોફીએ ગઈકાલે તેમના ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે ઘણી ચર્ચા બાદ અમે અલગ થવાનો નિર્ણય કર્યો છે.
- Advertisement -
પીએમ ટ્રુડોએ પોતાની પોસ્ટમાં કહ્યું કે હંમેશની જેમ અમે એક પરિવાર બનીને રહીશું. અમે પ્રેમ અને આદરની ભાવનાથી એકબીજા માટે જે કંઈ કર્યું છે તે આગળ પણ કરવાનું ચાલુ રાખીશું. પીએમની આ પોસ્ટ તેમની પત્ની સોફીએ પણ તેમના એકાઉન્ટ પરથી શેર કરી હતી. વડાપ્રધાન ટ્રુડોએ કેનેડાની જનતાને અપીલ કરી છે કે તેઓ
આ સમયે તેમના બાળકોના ભલા માટે આ બાબતની ગુપ્તતાનું સન્માન કરે. દંપતીને ત્રણ બાળકો છે – જેવિયર (15), એલા-ગ્રેસ (14), હેડ્રિયન (9). સોશ્ર્યલ મીડિયા પર એક પોસ્ટમાં સોફીએ સ્વીકાર્યું કે લાંબા ગાળાના સંબંધો ઘણી રીતે પડકારરૂૂપ છે.પીએમઓએ પણ પુષ્ટિ કરી છે કે દંપતીએ છૂટાછેડાના કાગળો પર હસ્તાક્ષર કર્યા છે. પીએમઓના પ્રવક્તા એલિસન મર્ફીએ જણાવ્યું હતું કે દંપતીએ અલગ થવાનો નિર્ણય લેવા માટે તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું.