2.4 કરોડ ડોલરના બિટકોઇન લોન્ડરિંગનો આરોપ
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની જિલ્લા કોર્ટે 48 વર્ષીય ભારતીય કેનેડિયન બિઝનેસમેનની અટકાયત કરી છે.2.4 કરોડ ડોલરના બિટકોઇનના લોન્ડરિંગના આરોપ હેઠળ અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પાયઝા ડોટ કોમના પૂર્વ ઓપરેટર ફિરોઝ પટેલને 17 મેના રોજ મની લોન્ડરિંગના આરોપ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
- Advertisement -
કોલંબિયા ડ્રિસ્ટ્રિક્ટના જજ ડેબનેય એલ ફ્રેડરીચે પટેલની અટકાયત કરવાનો આદેશ આપ્યો હતો તેમ અમેરિકાના ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે. આ અગાઉ અમેરિકાની જિલ્લા કોર્ટમાં ફિરોઝ અને તેના 42 વર્ષીય ભાઇ ફરહાન અને તેમની કંપની એમએચ પિલ્લર સામે સુનાવણી થઇ હતી. ઉલ્લેખનીય છે કે એમએચ પિલ્લર નામની કંપની પાયઝા નામે બિઝનેસ કરતી હતી.