વજન ઉતારવા દરરોજ 2 કલાક અને સામાન્ય રીતે 45 મિનિટ સુધી વર્કઆઉટ જરૂરી, ફિટનેસ મેન્ટર દર્શિકા ધોરડાનો મંત્ર: ફિટ હૈ તો હીટ હૈ
આજની ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. કહેવાય છે કે, પહેલુ સુખ તે જાતે નર્યા. આધુનિક લાઈફ સ્ટાઈલના કારણે ઉંમર થતા પહેલા બીમારીઓ શરીરને જકડી લે છે. પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી. રાજકોટમાં ડી.ડી. ફિટનેસ સેન્ટર ફન વિથ ફિટનેસના મંત્ર સાથે કામ કરી રહ્યું છે. શહેરના એરપોર્ટ રોડ પર આવેલા ડી.ડી. ફિટનેસમાં એરોબિક્સ સ્ટ્રેન્ગ્થ ટ્રેનિંગ, કીક બોક્સિંગ વિથ મોર કાર્ડિયો વર્કઆઉટ, ફેટલોસ એક્સરસાઈઝ, ડાન્સ વિથ ફિટનેસ, ઝુમ્બા એન્ડ સેલિબ્રિટી વર્કઆઉટ કોર્સ શરૂ છે.
- Advertisement -
ડી.ડી. ફિટનેસના મેન્ટર દર્શિકા ધોરડાએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ લેવા આવતા સ્ટુડન્ટને ફેટલોસ તથા વેઈટ લોસ માટે પુશ અપ્સ એન્ડ મોટીવેશન જરૂરી છે. વર્કઆઉટથી જબરજસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. દર્શિકા મેડમ સ્ટુડન્ટના વેઈટ લોસ માટે ખૂબ જ મહેનત કરે છે સાથે પોતે પણ એટલા જ ફીટ રહે છે. જ્યારે સ્ટુડન્ટે પણ પોતાના શરીરને ફીટ રાખવા માટે તકેદારી રાખવી જરૂરી બને છે. લોકોની લાઈફ સ્ટાઈલમાં ઘણો ફેરફાર આવ્યો છે જંકફૂડના લીધે શરીરમાં ચરબીના થર જામી જતા હોય છે. જેને લઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશી જાય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ફિટનેસ મેન્ટર દર્શિકા ધોરડા ફન વિથ ફિટનેસ ચલાવી રહ્યા છે.
DD ફિટનેસ 6 વર્ષથી કાર્યરત
એરપોર્ટ રોડ પર આવેલું ડી.ડી.ફિટનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. જે હાઈ ઈન્ટેન્સિટી એન્ડ મોર કેલરી બર્ન કરે છે. સર્ટીફાઈડ ટ્રેનર દર્શિકા ધોરડા દ્વારા યોગ, એરોબિક્સ, ક્રોસ પીટ જીમ અને ડાન્સ ફિટનેસ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. ડી.ડી. ફિટનેસની વાત કરીએ તો હાલ સવારે-2 અને સાંજે-2 એમ કુલ ચાર બેચ શરૂ છે. ફિટનેસ ટ્રેનર દર્શિકા ધોરડાએ યોગ, ઝૂમ્બા અને એરોબિક્સમાં ટ્રેનિંગ લીધેલી છે અનેક કોર્સ પણ કરેલા છે.
- Advertisement -
સર્ટીફાઈડ ટ્રેનર પાસેથી ટ્રેનિંગ લેવી જરૂરી: દર્શિકા ધોરડાની અપીલ
દર્શિકા મેડમ જણાવે છે કે, સર્ટીફાઈડ ટ્રેનર પાસેથી ટ્રેનિંગ લેવાથી બોડી ઉતર્યા પછી તે મેન્ટેન રહે છે શરીરનો દેખાવ એકદમ આકર્ષક લાગે છે જ્યારે નોન સર્ટીફાઈડ ટ્રેનર પાસેથી ટ્રેનિંગ લેવાથી ફક્ત વજન ઘટશે પરંતુ લુક સારો નહીં આવે. કારણ કે, સર્ટીફાઈડ ટ્રેનરો બોડીને મેન્ટેન કરતા પણ શીખવાડે છે