ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 18/07/2023 થી તારીખ: 20/07/2023 સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે કબજે કર્યા હતા. દબાણ હટાવ શાખાએ કુલ 66850નો દંડ વસૂલ્યો હતો.
રસ્તા પર નડતર રૂપ 27 રેકડી/કેબીન તે નંદનવન,પુષ્કરધામ મેઈન રોડ,નાના મૌવા મેઈન રોડ,જનકપુરી, ભવનગર રોડ પટેલ વાડીની સામે,કરણસિંહજી રોડ, પરથી જુદીજુદી અન્ય 20 પરચુરણ ચીજ વસ્તુઓ રામાપીર ચોકડી, જનકપુરી, જ્યુબેલી માર્કેટ, પોસ્ટ ઓફિસ રોડ, લાખાજીરાજ રોડ પાસેથી જપ્ત કરવામાં આવેલ., 70 કિલો શાકભાજી/ફળ જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 27,800/- મંડપ કમાન છાજલી ભાડુ તે રાજનગર મેઈન રોડ, યુનિ.રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે, રૂ.39,000/- વહિવટી ચાર્જ તે નાના મૌવા,ડિ માર્ટ, 80 ફુટ રોડ, મારૂતીનગર, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, જ્યુબેલી પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 309 બોર્ડ-બેનર તે કોટેચા ચોક,અટલ બિહારીબાજપાઈ હોલ,રેસકોર્ષ રિંગ રોડ,ટાગોર રોડ,ત્રિકોણ બાગ,પશ્ચિમ રોડ,મોટી ટાંકી ચોક,લિમડા ચોક,ગોંડલ રોડ પરથી જપ્ત કરેલા છે.